________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૭૭) આ પ્રમાણે અર્જુન અને હેમાંગદ વચ્ચે વાતચિત થતી હતી, તેવામાં પ્રભાવતીને બંધુ મણિચંડ પિતાનું સૈન્ય લઈને ત્યાં આવી પહોંચ્યા. તેઓ બધા પરસ્પર પ્રેમથી મળ્યાં. પ્રભાવતીએ પોતાના બંધુ મણિચુડની આગળ અને કરેલા મહાન ઉપકારને વૃત્તાંત કહી સંભળાવ્યા. જે સાંભળી મણિચડ પિતાના મિત્ર અર્જુનને ઉમંગથી ભેટી પડ્યો. વીર અને ન અને મણિચુડ કેટલાક દિવસ સુધી હેમાંગદના રાજ્યમાં સાથે રહ્યા અને તેમણે આનંદથી દિવસ નિગમન કર્યા.
એક વખતે રાજા હેમાંગદ પિતાના મહેલમાં અને અને મણિચુડની સાથે વાર્તાવિદ કરતા હતા, તેવામાં દ્વારપાળે અર્જુનને ખબર આપ્યા કે, “કઈ પુરૂષ હસ્તિનાપુર થી આવ્યું છે અને તે વીર ધનંજયને મળવાની ઈચ્છા રાખે છે.” દ્વારપાળના આ વચન સાંભળી અને ઉત્સુક થઈ તે પુરૂષને સત્વરે પ્રવેશ કરવાની આજ્ઞા કરી. દ્વારપાળ તે પુરૂષને અર્જુનની સમીપ તેડી લાવ્યા. તે પુરૂષ સર્વને સભ્યતાથી પ્રણામ કરી બેલ્યા–“વીરમણિ, રાજકુમાર, મહારાજા પાંડુ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. તેથી આપને મળવા બોલાવે છે. તમારા વિરહથી કુંતી માતા પણ રાત દિવસ નેત્રમાંથી અશ્રુધારા પાડ્યાં કરે છે. યુધિષ્ઠિર વગેરે તમારા બંધુઓ પણ તમને મળવાને ઉત્સુક થઈ રહ્યા છે. ”
તે પુરૂષના આ વચન સાંભળી વીર અને પિતાના કુટુંબને મળવાને ઉત્કંઠિત થઈ ગયે. પોતાની તીથટનની