________________
ભીષ્મની પિતૃભક્તિ.
(૫૯) વાને હું ખુશ છું; પરંતુ તે વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાનો નિશ્ચય કર્યો છે.” આ તેના વિચાર કેવા પ્રઢ હતા ? તે વિચારવાનું છે. એક ખલાસી જેવી જાતને પિતા પણ પિતાની પુત્રીની ઈચ્છા પ્રમાણે વર્તવાને તૈયાર થાય છે. પુત્રીને પરતંગ કરી જ્યાં ત્યાં–જેવા તેવા વરની સાથે વરાવા ઈચ્છતો નથી. શાંતનુ જેવા મહાન્ પુરૂષની માગણું પણ તેણે પુત્રીની ઈચ્છા વગર માન્ય ન કરી. આ વાત વર્તમાનકાળે લાકડે માંકડું જોડનારા અને કજોડાનું મહાકષ્ટ ઉત્પન્ન કરાવનારા પિતાઓએ ધ્યાનમાં રાખવાની છે. “ગ્ય વયમાં આવેલી અને કેળવણી આપી વિદુષી કરે. લી કન્યાને એગ્ય વરને આપવી જોઈએ અને પુત્રીના સંસારને સર્વ રીતે સુધારે જોઈએ.” આ પદ્ધતી સર્વ ગૃહસ્થને આદરણીય છે. તે સાથે વળી શોક્ય ઉપર પુત્રી આપવાથી પુત્રીને કેટલું દુઃખ થાય છે? એ વાત પણ નાવિ કના મુખમાંથી સિદ્ધ થાય છે. એક ગરીબ સ્થિતિના સાધારણ નાવિકે તે વિષે શાંતનુ રાજાને કેવાં વચને કહ્યાં છે? તે તમારે મનન કરવા ગ્ય છે.
પિતા શાંતનુની ચિંતા જોઈ પિતૃભકત ગાંગેયે જે આ તુરતા બતાવી છે અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને જે પ્રયત્ન કર્યો છે, તે સર્વ આર્યપુત્રોને સદા સ્મરણીય છે. આર્યપુત્ર ગાંગેયે નાવિકની સાથે જે વાતચીત કરી છે. તે સત્પત્રના ધર્મની પરાકાષ્ઠા છે. પિતાના પિતા મને વાંછિત પૂર્ણ