________________
પાંડવોત્પત્તિ.
(૧૬૫) ણ કરી સમુદ્ર પરિણિત પૃથ્વીને વિષે થતા સર્વ ઉપદ્રવન નાશ કરવાને દેહદ ઉત્પન્ન થયે. પ્રાણુત કરનાર યમને પણ શિક્ષા કરવાની ઉમેદ તે ધારણ કરવા લાગી. એવા અનેક મરને કલ્પતી કુંતીએ નવ માસ પૂર્ણ થયા પછી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે સમયે ગગનગિરા પ્રગટ થઈ કે, “આ પુત્ર જયેષ્ટ બંધુની ભક્તિ કરનાર, મહાન ધનુર્ધર, મહાવીર, નીતિમાનું અને આનંદી થશે. અને અનુક્રમે ચારિત્ર લઈને મેક્ષ પામશે.” તે સમયે દેવતાઓએ આકાશમાં દુંદુભિનાદ કર્યા. દિવ્ય અપ્સરાઓએ અંગમાં ઉમંગ ધરી નૃત્ય કર્યું. અને કિંમરેએ સુકઠથી મને હર ગાયન ગાયાં. પુત્રજન્મથી હર્ષ પામેલા પાંડુરાજાએ હસ્તિનાપુરમાં પુત્ર જન્મને મહત્સવ કર્યો. એ બાળકના ગુણે સહસ્ત્રા નના જેવા હોવાથી તેનું નામ અને પાડયું. સ્વમમાં ઇંદ્રનું દર્શન થવાથી કુંતીને ગર્ભ રહેલે તેથી ઇંદ્રપુત્ર પણ કહેવા લાગ્યા. બાળક અર્જુન ઘણે તેજસ્વી, ચાલક અને ચંચળ હતું. તેનું લલાટ વિશાળ અને અષ્ટમીના ચંદ્રની જેમ ચળકતું હતું તેની મુખમુદ્રા ઉપર સદા મૃદુહાસ્ય કુરી રહ્યું હતું. નેત્ર, નાસિકા અને હઠ ઘણાં નમણાં હતા. બાળ અર્જુન ન અનુક્રમે બળ અને બુદ્ધિમાં ચડી આતે થતું હતું.
પાંડુને મદ્ર (મધરાસ) દેશના રાજાની માદ્રી નામે એક બીજી રાણી હતી. તે સગર્ભા થઈ હતી. પૂર્ણ સમય થતાં તેણએ યુગલ પુત્રને જન્મ આપ્યો. તે સમયે આકાશ વાણું