________________
-
---
કુમાર પરીક્ષા.
(૨૧૫) બીજા સર્વ કુમારની પરિક્ષા થઈ રહ્યા પછી દ્રોણાચાર્ય તેની કળાકુશળતા બતાવવાને આજ્ઞા કરી એટલે યુધિષ્ટિર પરીક્ષા આપવાને બેઠે થયે. તે વખતે કે તેની તરફ દષ્ટિ કરી કહેવા લાગ્યા–“જુઓ આ આપણુ મહારાજા પાંડુને
જ્યેષ્ઠ પુત્ર છે. એણે પોતાના વિનયગુણથી ત્રણ ભુવનને વશ કર્યું છે. તે બધા પરાક્રમીઓમાં આભૂષણરૂપ છે. એની ન્યાય કરવાની રીતિ અપૂર્વ છે. તે સાથે સત્યવાદિ અને પવિત્ર છે” આ પ્રમાણે લેકના મુખથી જયેષ્ઠ પુત્રની સ્તુતિ સાંભળી પાંડુરાજા હૃદયમાં ખુશી થે. પછી યુધિષ્ઠિરે રથમાં બેસી એવું પરાક્રમ કર્યું કે, જે જોઈને સર્વ સભાસદે સાનદાશ્ચર્ય થઈ ગયા. આ પ્રમાણે યુધિષ્ઠિરે પરીક્ષા આપ્યા પછી દુર્યોધન અને ભીમ ગદાયુદ્ધની પરીક્ષા આપવાને તૈયાર થયા. તેમણે તે કળામાં પિતાનું અતુલ પાંડિત્ય બતાવવા માંડયું. ગદાયુદ્ધમાં ભ્રમણ કરતા તેઓ ચંદ્ર સૂર્યની પેઠે દેખાવા લા
ગ્યા. તે બંને વીરેનું યુદ્ધ જોઈને આકાશનાં દેવતાઓ પણ આશ્ચર્ય પામી ગયા, તે રાજાઓ અને બીજા પ્રેક્ષકે આશ્ચર્ય પામે તેમાં શું કહેવું? તે વખતે કેટલાએક દુર્યોધનની, અને કેટલાએક ભીમની પ્રશંસા કરવા લાગ્યા. તેમાં ભીમની પ્રશંસા કરનાર માટે ભાગ થયે. આથી ઈર્ષાળુ દુર્યોધનને ઘણે ખેદ થયો. તેણે ક્રોધાવેશમાં આવી ભીમની ઉપર ગદાને પ્રહાર કર્યો. બધા લોકો વિચારમાં પડ્યાં પણ ભીમે તેની કાંઈ પણ પરવા ન કરી અને પોતે દુર્યોધન ઉપર ગદા પ્રહાર એ કર્યો કે, જાણે તેથી દુર્યોધનના પ્રાણ પલાયન થઈ જાય.