________________
રાધાવેધ.
( ૨૩૫ ) છે. પ્રિય સખી, જો; એ મહાવીર અર્જુન આ વખતે રાધાવેધ કરવાને તૈયાર પણ થયા છે. મને ખાત્રી છે કે એ જરૂર રાધાવેધ કરશે. પ્રતિહારિણીના આ વચન દ્રોપદ્મીને કોમતરૂપ થઇ પડ્યા. તે રાજખાળા હૃદયમાં અતિશય આન ંદ પામી ગઇ. એટલામાં તેા વીરઅર્જુન બદ્ધપરિકર થઇ રાધાવેધ કરવા ધનુષ્યની પાસે આવ્યા. અર્જુનને તૈયાર થયેલા જોઇ કોઇ આનંદપૂર્વક જોઇ રહ્યા, કાઇ વિસ્મય પામ્યા, કાઇ ક્રોધમુક્ત થયા અને કાઇ ઉદાસી થઇ રહ્યા. વીરરસ મૂત્તિ અર્જુને ધનુષ્યની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા દઇ અને જ્યેષ્ટ અધુની આજ્ઞા લઇ ધનુષ્ય ઉડાવ્યું. મા વખતે પરાક્રમી ભીમ જાણે ચેાકી કરતા હાય તેમ હાથમાં ગદા લઇ અર્જુનની માસપાસ ક્રવા લાગ્યા. કુ ંતી પુત્રને સજ્જ થયેલા જોઇ હૃદયમાં આનંદ પામવા લાગી અને ઇષ્યાળુ ગાંધારી હૃદયમાં પિરતાપ ધારવા લાગી. ધનજયનું સુંદર સ્વરૂપોઇ દ્રોપદી માહિત થઇ પાતાની મન:કામના પૂર્ણ કરવા હૃદયમાં કુળદેવીની પ્રાર્થના કરવા લાગી. એવામાં અર્જુને તે દિવ્ય ધનુષ્યને ધારણ કર્યું. પાંડુ, ધૃતરાષ્ટ્ર, અને ભીષ્મ વગેરેની દૃષ્ટિ ઉત્સુક થઇ અર્જુન ઉપર પડી. બીજા સ સભ્યા પણ વિજયની આશા રાખી અર્જુન તરફ એકી નજરે જોવા લાગ્યા. આકાશમાં વૈમાનિક દેવતાઓ અને દેવીએ પણ અર્જુન તરફ પેાતાની દિવ્યઢષ્ટિ પ્રસારવા લાગ્યા. ત્યાં આવેલી વિમાનાની શ્રેણી જાણે પુષ્પવાડી ખીલી હાય, તેમ