________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૫૯), કરીને હું તીર્થયાત્રા કરવા જાઉં છું. મુનિના વચનને યથાર્થ કરવું એ મારે ધર્મ છે, માટે મને તીર્થાટન કરવાની આજ્ઞા આપે. અને મારા હૃદયમાં રહેલા તમારા ચરણકમળ મારા સર્વ પ્રવાસને વિષે વિનિને દૂર કરનારા થાય, એવો અનુગ્રહ
કરે. ”
અનુચરના મુખથી આ વચન સાંભળી પાંડુ વગેરે સર્વે પરિવાર નગરની બાહેર જ્યાં અર્જુન ઉભે હતો, ત્યાં આ એ. પુત્રવત્સલ પાંડુરાજા અર્જુનને હાથ ઝાલી ખિન્નવદને બેલ્યા–“વત્સ, તેં પ્રજાની ગાયે પાછી વાળી—એ કૃત્ય ઘણું સારું કર્યું. આપણા ક્ષત્રિઓને એવું કૃત્ય હંમેશાં કરવું જોઈએ, પરંતુ આ સમયે તીર્થયાત્રા કરવા જવું એ તને - ગ્ય નથી. કારણકે, તારી વય હજુ નાની છે, જે કે નારદમુ. નિની આજ્ઞાને તારાથી ભંગ થયે છે ખરો, પણ તે પરોઅપકાર અર્થે હોવાથી કોઈ પ્રકારે તેમાં બાધ થવાને સંભવ નથી. ? આ કુંતીએ પુત્રપ્રેમમાં મગ્ન થઈ કહ્યું, “ પુત્ર આ તારા પિતા કહે છે તે યથાર્થ છે. આ તારો સમય તીર્થયાત્રાને નથી. પુત્ર યોગ્ય વયમાં આવ્યા પછી તેને પિતા રાજ્યભાર તેની ઉપર મુકી તીર્થયાત્રા કરવા નીકળે એ આપણું કેરવવંશને રીવાજ છે. માટે તું અહીં રહે અને તારા પિતાને તીર્થાટન કરવા જવા દે. તારા જવાથી અમે અને આ તારા બંધુઓ અને દ્રપદી શકાતુર થઈશું” યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ અર્જુન, આ વડિલે જે કહે છે, તે તારે માન્ય કરવું