________________
(૨૬૪)
જૈન મહાભારત. પિતાને પગલે ચાલી નીતિથી રાજ્ય કરતા હતા, તેવામાં વિધુતવેગ નામને એક મારે પિત્રાઈ ભાઈ વિદ્યાધરનું મોટું સૈન્ય એકઠું કરી મારી ઉપર ચડી આવ્યું. તેની સાથે મારે ભારે યુદ્ધ થયું. છેવટે એ બળવાન વિદ્યુતવેગે મને હરાવ્યું. અને મારું રાજપાટ ખુંચી લઈ મને નગરની બાહર કાઢી મુક્યો. ઘણે દુ:ખી થઈ આ જંગલમાં નાશી આવ્યો છું. પછવાડે આ મારી સ્ત્રી ચંદ્રાનના પણ અહીં આવી પહોંચી છે. રાજ્યથી ભ્રષ્ટ થતાં મને ઘણું દુ:ખ લાગ્યું, તેથી હું આ ત્મઘાત કરવાને તૈયાર થયે છું, અને આ મારી પવિત્ર સ્ત્રી મને તેમ કરતાં અટકાવે છે. જેનું સર્વસ્વ વિનષ્ટ થઈ ગયેલું છે એ હું આ જગમાં જીવન ધારવાને ઈચ્છતે નથી.”
તે પુરૂષનાં આવાં વચન સાંભળી અને બે-“વિઘાધર, આ વિપરીત ઉદ્યોગ છોડી દે. આત્મહત્યા કરવામાં દેશિત થવાય છે. જીવતે માણસ પુન: ભદ્ર મેળવી શકે છે. હું પાંડુને મધ્યમ પુત્ર અર્જુન છું. હું તને આ દુઃખમાંથી મુક્ત કરી સુખી કરીશ. તારી ગયેલી રાજ્યલક્ષમી પાછી તારે સ્વાધીન કરીશ.” અર્જુનના આવા ધર્મયુક્ત વચને સાંભળી મણિચંડ પ્રસન્ન થઈને બોલ્યા- “મહાનુભાવ, તમારાથી સર્વ વાત બની શકે, એવી મને ખાત્રી થાય છે. કારણકે, તમે ધનુવિદ્યામાં અદ્વિતીય છે. તમારૂં યશગાન મારા સાંભળવામાં ઘણીવાર આવ્યું છે. તથાપિ મારે તમને કહેવું જોઈએ કે અમારી જાત વિદ્યાધરની છે. અને વિદ્યાધરની વિદ્યા લેત્તર