________________
અર્જુન તીર્થ યાત્રા.
(૨૬૩)
અર્જુન ઉંચે સ્વરે ક્લ્યા—“ ભદ્ર, એવી શંકા કરીશ નહીં. હું કરૂવંશના પુરૂષ છું. આખા જગત્ની રક્ષા કરવા માટેજ કુરૂવ ંશે નિયમ લીધેા છે. પ્રાણાપણુ કરીને પણ શરણાગતની રક્ષા કરવી એ અમારા કુળધમ છે. આવેશ નિશ્ચય કરી તુ મારી આગળ સાચે સાચુ કહી આપ. હું તારા દુ:ખના અંત આણીશ એ વાત નિ:સંશય જાણજે.”
અર્જુનનાં આવાં આશ્વાસન ભરેલાં વચના સાંભળી તે પુરૂષ પ્રતીતિ લાવી એલ્યા—“ક્ષત્રિયમણિ ! ત્યારે મારી હકીકત સાંભળે-આ ચૈત્યની દક્ષિણ દિશા તરફ રત્નપુર નામે નગર છે. ત્યાં ચદ્રાવતસ નામે એક રાજા થઇ ગયા છે. તે રાજાને કનકસુ દરી નામે પટરાણી હતી, તેમને ક્રુડ નામે હું પુત્ર છું. મારે પ્રભાવતી નામે એક હેન છે. જ્યારે હ· ચાગ્ય વયના થયા, ત્યારે મારા સુજ્ઞ માતાપિતાએ મને વિદ્યાકળા શીખવાને ગુરૂને ઘેર મુકયા હૅતા. અલ્પ સમયમાં ગુરૂ પાસેથી સ’પૂર્ણ વિદ્યાકળા શીખી ગયા. ચૈવનયમાં આવતાં મારાં પિતાએ ચઢ઼ાપિડ રાજાની પુત્રી ચ ંદ્રાનના સાથે મારા વિ વાહ કર્યો. અને મારી મ્હેન પ્રભાવતીને હિરણ્યપુરના રાજા હેમાંગદની સાથે પરણાવી, મારા પિતાએ પણ અમારા કુળપર'પરાની વિદ્યા મને શીખવી. અને મને સગુણસંપન્ન ખનાવ્યા. પછી કેટલાક સમય વીત્યા પછી મારા પિતા ચંદ્રાવત સે સ્વર્ગવાસ કર્યાં, ત્યારપછી મારા રાજ્યના અનુભવી મત્રીઓએ વિચાર કરી મને રાજ્યાસન ઉપર બેસાર્યાં. હું મારા