________________
(૨૬૮)
જૈન મહાભારત. શુદ્ધ ભાવનાથી પ્રભુની સ્તુતિ કરી જિનાલયની રચનાનું વારંવાર અવલોકન કરી બહેરના ભાગમાં આવે ત્યાં જાણે ધર્મની મૂર્તિ હોય તેવા એક મુનિને એકાંત સ્થળે ધ્યાન કરતાં જોયા. અને તેમને નમસ્કાર કરી પાસે બેઠે. તે વખતે, તે દયાળુ મુનિ ધ્યાનમુક્ત થયા. અર્જુનને પૂર્ણ અધિકારી જાણ મુનિએ ધર્મદેશના આપી. દેશનામાં જણાવ્યું કે –
જેનાથી આત્માનું કલ્યાણ થાય તે ધર્મ અને એવા ધર્મને જે જાણે છે, તે ખરેખર વિદ્વાન ગણાય છે. જેણે પૂર્વ જન્મમાં ધર્મ આરાધ્યું હોય, તેજ આ ભવમાં ધર્મારાધન કરે છે. હે અર્જુન, તારી ધર્મ ઉપર શ્રદ્ધા અને પ્રીતિ હોવાથી અનુક્રમે તને મેક્ષલક્ષ્મી પ્રાપ્ત થશે.” મુનિની આવી ઉપદેશગિરા સાંભળી વીર અર્જુન હૃદયમાં ઘણે પ્રસન્ન થયા. પછી તે મહાનુભાવને વંદન કરી વિમાનમાં બેસી આગળ ચાલ્યા. રસ્તામાં જે જિનાલય અને જિનેશ્વરો આવે તેમને નમસ્કાર કરે અર્જુન બાર વર્ષ સુધી ફર્યો.
જ્યારે પિતાના નિયમને અવધિ પૂર્ણ થયે એટલે ઘણા વ બતને પોતાના કુટુંબને વિયેગ દૂર કરવાને તે હસ્તિનાપુર જવાને વિમાન માર્ગે ચાલ્યા.
હસ્તિનાપુરથી થોડે દુર આવતાં અને માર્ગની અં. દર કેઈન આર્કંદ શબ્દ સાંભળે. પરેપકારી અર્જુન તે શબ્દ સાંભળી તેની શોધ કરવાને પોતાના કેશર નામના દૂતને મેક. ચતુરમતિ કેશર તેની તપાસ કરી પાછે