________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૫૭) અર્જુન રાધાવેધ કરી ચાર બંધુઓ સાથે ઘણું ધામધુમથી
પદીને પરણે પિતાની રાજધાનીમાં આવ્યું હતું. ઘણું આનંદથી દ્રૌપદીની સાથે પાંચે પાંડ વિલાસસુખ ભેગવતા હતા. નારદ ઉપદેશ પ્રમાણે મર્યાદાથી દરેક બંધુ દ્રપદીની પાસે જતા હતા. સતી પદી પિતાના નિયમથી વર્તતી અને અનુક્રમે પાંચે પાંડને વારા ફરતી અંતઃપુરમાં બોલાવતી હતી. તે સદ્ગણું સતી પાંચે પતિને અનુકૂળ રહેતી અને સર્વની સાથે સમભાવે વર્તતી હતી. કેટલાક સમય ગયા પછી તેણુને પાંચ પાંડથી એક એક પુત્ર થયે હતે. પવિત્ર પાંચાલી પાંચ પુત્રવતી થઈ ગૃહસ્થાવાસનું ઉત્તમ સુખ મેળવતી હતી. તેણીના પાંચ પુત્રના જુદા જુદા નામ પાડ્યાં હતાં, તથાપિ સામાન્ય રીતે લેકે તેમને પાંચાલના નામથી ઓળખતા હતા. એ તેજસ્વી બાળકે લોકપાલના જેવા દેખાતા હતા.
એક વખતે શરતુને પ્રવેશ થયે. આકાશ અને જળાશયે નિર્મળતાથી શોભવા લાગ્યા. ક્ષેત્રભૂમિ ધાન્યસં. પન્ન થઈ પાંડના સભાગ્યની જેમ ખીલી રહી હતી. તે મનહર તુમાં પાંચે પાંડ વિવિધ પ્રકારની કીડાઓ કરી અનુપમ આનંદ અનુભવતા હતા.
એક સમયે શરતુની શેભા જોઈ પોતાના રાજમે હેલમાં વિશ્રાંત થયેલા અર્જુનને કઈ અનુચરે ખબર આપ્યા
19