________________
(૨૫૬)
જૈન મહાભારતદિવાલે ચંદ્રકાંત મણિઓથી પ્રકાશતી હતી, તેના કિરણે દશે દિશાઓમાં પ્રસરી રહેલા હતા. તેના દ્વારનિલમણિઓથી મંડિત હતા. અને સર્વ સ્તંભે સુવર્ણમય હતાં. ઉપરના પ્રદેશમાં કનકમય કલશો ઝળકી રહ્યા હતા. આવું સુંદર જિનાલય જે છે તે આસ્તિક પુરૂષે તેમાં પ્રવેશ કર્યો. જિનાલયની આસપાસ વિવિધ વૃક્ષોથી પરિપૂર્ણ એક બગીચે હતે અને તેની પાસે રત્નમય પગથી આવાળી એક વાપિકા હતી. તે વીર પુરૂષ બગીચામાં ફરી તે વાપિકામાં ઉતર્યો. વાપિકાના સુંદર અને સ્વચ્છ જળમાં તેણે નાન ર્યું. સ્નાન કરી શુદ્ધ થઈ તે જિનાલયના અંતદ્વારમાં પેઠે. અંદર જતાં તેણે યુગાદિ પ્રભુની મનોહર પ્રતિમા અવલેકી શુદ્ધ ભા. વથી પ્રતિમાને વંદના કરી તે નીચે પ્રમાણે સ્તુતિ કાવ્ય બેલ્યા
“ના નામિક્ઝક્ષીનર રનિરાકાર |
जयाशेषजगदुःख निदाघजळदागम " ॥ १ ॥ “નાભિ રાજાના કુળ રૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્ર સમાન અને જગતના સમગ્ર દુ:ખરૂપ ગ્રીષ્મકાળમાં વષરૂતુ સમાન એવા હે પ્રભુ, તમે જય પામે.” ૧
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રદક્ષિણા કરી તે મુસાફર બહેર આવ્યા.
વાંચનારને આ વીર પુરૂષને ઓળખવાની ઈચ્છા થઈ હશે. એ વીર પુરૂષ તે પ્રતાપી પાંડકુમાર અને હતે.