________________
(૨૫૪)
જૈન મહાભારત.
નારદે આ ઉપદેશ પાંડવાને તેમના હિતની ખાતર આપ્યા હતા. જો કે પાંચે પાંડવા કેળવાએલા અને સદ્દગુણી છે. તેમજ તેમની સ્ત્રી દ્રોપદી કેળવણી પામેલી કુલીન કાંતા છે, તથાપિ સ્ત્રી પ્રકૃતિમાં ઘણી સાવધાન રાખવાની જરૂર હાવાથી નારદે કરેલી સૂચના ખરેખર ઉપયેાગી હતી. નાર૬નાં ઉપદેશ વચને દરેક વિઆત્માને મનન કરવાને ચેાગ્ય છે. નારદની નિર્મળ વાણીમાં જે શિક્ષણ રહેલુ છે, તે સંસારી જીવને તેના જીવનમાં અતિ ઉપયાગી છે. સ્ત્રીજાતિ જેવી ઉત્તમ છે, તેવીજ તે કનિષ્ટ છે, તેની ઉત્તમતા અને કનિષ્ટતા કેળવણી ઉપર આધાર રાખે છે. પાંચે પાંડવા એકજ પત્નીના પતિ થયા, એ વ્યવહાર વિરૂદ્ધ વાર્તા છે. એવા પ્રસંગમાં જો ઉભય પક્ષમાં કેળવણી કે સદ્દગુણને અભાવ હાય તા તેમાંથી વિપરીત પરિણામ આવવાના સંભવ છે. આવા દીધ વિચાર કરીનેજ પાંડવાના હિતેચ્છુ નારદે ત્યાં આવીને ઉપ દેશ આપ્ચા હતા. દ્વીપદીના પ્રસંગમાં કેવી રીતે વર્તવુ જોઇએ ? એ પણ સૂચના નારદના મુખમાંથી નીકળી હતી. અને તે સૂચના ખરેખરી પાંડવાને હિતકારી હતી. એ સૂચના પ્રમાણે જો પાંડવાનુ’ પ્રવર્ત્ત'ન ન થાય તે તેમાંથી મહાન્ હાનિ થવાના સંભવ છે. કારણ કે, અગના એ સર્વ અનનું મૂળ છે. આ જગમાં જે જે અનર્થ અનેલા છે, અને છે અને બનવાના છે, તે ખધાનું મૂળ કારણ સ્રીજ જોવામાં આવશે. તેથી દરેક ગૃહસ્થ મનુષ્યે આ નારદના ઉપદેશને વિષે પૂર્ણ ધ્યાન આપવાનુ છે.