________________
નારપદેશ.
( ૨૫૩ )
નારદના આવા હિતકારી ઉપદેશ સાંભળી પાંડવા હૃદયમાં ખુશી થયા. તે વખતે કૃષ્ણે પાંડવાનુ હિત કરવાને તે વાતને અનુમેદન આપ્યુ. એટલે પાંચે પાંડવાએ તે મુનિની વાણીનો અંગીકાર કર્યા. નારદમુનિ તેથી પ્રસન્ન થઇ પાંડવાને આશીવાદ આપી આકાશમાર્ગે ચાલ્યા ગયા. તે પછી કૃષ્ણ કેટલાએક દિવસ સુધી હસ્તિાનાપુરમાં રહી પાંડુરાજાની રજા લઇ દ્વારકા તરફ વિદાય થયા હતા.
પ્રેમી વાચકવૃંદ, આ લઘુ પ્રકરણમાંથી નારદના ઉપદ્વેષ ગ્રહણ કરવા જેવા છે. સ્ત્રીજાતિને માટે નારદે જે કથન કહેલુ છે, તે યથાર્થ છે, સ્ત્રીજાતિની ઉગ્રતા અને તરફ બળવાન છે. જો તે કેળવણી પામી વિદેષી અને તે તે પિતૃકુળ તથા શ્વસુર કુળ, ઉભય કુળના ઉદ્ધાર કરનારી થાય છે. પ્રાચીન પતિવ્રતા સતીઓએ ભારતવષ ઉપર જે કીર્તિ ગજાવી છે, તે અવણું નીય છે. તેજ સ્ત્રીજાતિ જો કેળવણી વગરની અજ્ઞાન અવસ્થામાં રહે છે તે તે દુરાચારને સેવનારી અને ઉભયકુળને કલંકિત કરનારી થઇ પડે છે. એવીજ સ્ત્રોજાતિના રાગમાં રક્ત થયેલા પુરૂષો નીચ કૃત્ય કરનારા, દુરાચારને સેવનારા અને પાપમુદ્ધિ ધરનારા થાય છે. તેને માટે નારદ મુનિએ આપેલુ શ્રીષેણ રાજા અને તેના અને પુત્રાનુ દષ્ટાંત મનન કરવા ચેાગ્ય છે. એ દૃષ્ટાંત ઉપરથી તેા જણાય છે અને સમજાય છે કે, ગમે તેવા સ્નેહી, સહેાદર હાય પણ જો એક રામામાં આસક્ત થયા હાય તે પરિણામે તેમને ઘાત થયા વિના રહેતા નથી.