________________
(૨૩૮ )
જૈન મહાભારત.
પ્રકરણ ૨૧મું.
દ્રાપદી પૂર્વ ભવ.
અર્જુને રાધાવેધ કર્યા. સર્વ સ્થળે તેની પ્રશ સા પ્રસરી ગઇ. પાંડુરાજા અને કુંતી આનંદમગ્ન થઇ ગયાં. રાજકુમારી દ્રોપદીના મનોરથ પૂર્ણ થયા. પાંડવાના અદ્ભુત પ્રભાવ પ્રગટ થયા. પણ પાંચે પાંડવાના કડમાં વરમાલ આરેાપિત થવાથી રાજા દ્રીપદ ચિંતાતુર થયેા. જનસમૂહમાં એ વાત નિ’ઢાપાત્ર થશે, એવી શકાથી દ્રૌપદ રાજાના આનંદ અંતર્હુિત થયા હતા. કેટલાએક વૃદ્ધ સભાસદોને પણ એ લાક વિરૂદ્ધ વાર્તા રૂચિકર લાગતી ન હતી. એક કુલીન કન્યા પાંચ પતિએની પત્ની થાય, એ વાત સને અસંભવત લાગતી હતી.
આ વખતે આકાશમાંથી એક મહાત્મા આવતા સના જોવામાં આવ્યા. ક્ષણવારમાં તે તે નીચે ઉતરી ઉભા રહ્યા. તેમના શરીર ઉપર સંયમનું તેજ પ્રકાશી રહ્યુ હતુ. તે શમક્રમ વગેરેથી યુક્ત હતા. તેમના સ’યમી શરીરની કાંતિથી દ્વિશા પ્રકાશિત થઈ રહી હતી. તેમને જોતાંજ સના -જાણવામાં આવ્યું કે, · આ મહામુનિ ચારણ શ્રમણ છે.’ તેમને આવેલા જાણી દ્રુપદ વગેરે રાજાએ ઉત્તા થયા. અને -અતિ આદરથી તેમને એક ઉંચા સિંહાસનપર બેસાય.
: