________________
નારદોપદેશ.
(૨૪૯ )
વમાં મહાન્ ધનનો વ્યય કર્યા હતા. તે પ્રસ ંગે હસ્તિનાપુરનું અધું રાજકુટુંબ સારૂં સન્માન પામ્યું હતું. દ્રોપદીના મંગલિક દાયજામાં દ્રુપદરાજાએ માટી ઉદારતા દર્શાવી હતી.
પાંડવાની જાનમાં કેટલાએક છત્રપતિ રાજાએ આવ્યા હતા. અને તેમણે ઉમંગથી તેમાં સારી ભાગ લીધે। હતા.
પાંડવાની માટી જાન ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં આવી હતી, પાંડુરાજાએ સ્વજન મંડળ તથા રાજમંડળની સાથે નગર પ્રવેશ કર્યાં હતા. તે પ્રસ ંગે સુ ંદર હસ્તિનાપુરને ઘણું શણગારવામાં આવ્યું હતું. ચાટે અને શેરીએ શેરીએ ધ્વજા, પતાકા અને તારણાની શ્રેણી બાંધવામાં આવી હતી. વાજીંત્રાના નાદથી ગગન અને આકાશ ગાજી રહ્યાં હતાં.
જાનમાં આવેલા રાજાઓને પાંડુરાજાએ સારા સત્કાર કરી પેાતાની રાજધાનીમાં રાયાં હતા, તેઓને કેટલાએક દિવસ સુધી રાખી પછી યાગ્ય સત્કાર કરી સર્વને અતિ આ દરથી વિદ્યાય કર્યાં હતા. એક કૃષ્ણ શિવાય બધા રાજાએ પાંડુની રજા લઇ પોતપાતાની રાજધાનીમાં ચાલ્યા ગયા હતા.
દ્વારકાપતિ કૃષ્ણને પાંડુરાજાએ આગ્રહ કરી રોકયા હતા. કૃષ્ણે તર્ફે પાંચે પાંડવા પૂજય બુદ્ધિ રાખતા હતા. કૃષ્ણની સાથે તેઓ મૈત્રીથી પણ વતા હતા. ઉદ્યાનમાં, જળાશયમાં અને બીજા વિહાર કરતા સ્થાનામાં કૃષ્ણને સાથે લઇ પાંચે પાંડવા વિવિધ પ્રકારની ક્રીડા કરતા હતા, તેમાં સવથી અર્જુન અને કૃષ્ણની વચ્ચે ગાઢ મૈત્રી થઇ હતી.