________________
દ્રૌપદી પૂર્વ ભવ.
(૨૪૭ )
તે
એને કરેલા કર્મ કદિપણ ભોગવ્યા વિના વિનષ્ટ થતા નથી, ખ્યાલમાં રાખજે. દરેક પ્રાણી કરેલા પાપાચરણનું કટુફળ મેળવે છે. નાગશ્રીએ કપટથી કડવી તુંબડીનું શાક મુનિને આપ્યું, તેથી તેણીને તેનું કટુફળ ભોગવવું પડયું હતું. કેઈપણુ પ્રાણી તરફ એવી હલકી વૃત્તિ રાખવી એ મહાપાપ છે. સ્વાત્માને પરમાત્મામાં ભેદ રાખવા એ પાપમુદ્ધિ છે. બીજાને નાશ કરવાના અથવા હાનિ કરવાના જે ઉપાય ચેાજવામાં આવે તે પેાતાનેજ ભાગવવા પડે છે. ઉત્તમ આત્માએ કર્દિ પણ એવા કુકમ કરવા ન જોઇએ. પરહિતમાં આત્મહિત રહેલું છે, એ વાત શાસ્રસિદ્ધ છે અને તેને માન આપી વવું એજ ઉત્તમ મનુષ્યનો ધર્મ છે. અન્યનું અશુભ ચિંતવનાર અને તેમાં તન, મન અને ધનથી ભાગ લેનારા અનેક મનુષ્યે વેદનાના ભાક્તા બન્યા છે અને મને છે. તે ઉપર આ પ્રસંગે નાગશ્રીનું પૂર્ણ દષ્ટાંત છે.
આ પ્રકરણ ઉપરથી ખીજી એક વાત પણ શિક્ષણ લેવા યેાગ્ય છે. તે એ છે કે, કેાઇ પણ પુણ્ય કર્મ સકામ બુદ્ધિથી કરવું નહીં. નિષ્કામ વૃત્તિથી કરવું, સકામ બુદ્ધિએ કરેલું શુભક અધરૂપ થઇ પડે છે. શુકમાલિકા પવિત્ર સાધ્વીઓના સંગમાં રહી ધર્મ ધારિણી ખની હતી અને આતાપના જેવા ઉગ્ર તપ કરવાને તે સમર્થ થઈ હતી. પણ તેણીએ પાંચ પુરૂષાએ સેવેલી ગણિકાને જોઇ સકામબુદ્ધિ કરી, અને તેવું નઠારૂં નિયાણું બાંધ્યું, આથી તે ઉત્તમ તપસ્યાનું શુભ ફળ મેળવી શકી નહીં. દ્રોપદીના ભવમાં તેણીને પાંચ પુરૂષોની પત્ની થવું