________________
જૈન મહાભારત.
(૨૪૮ )
પડયું. આ ઉપરથી સમજવાનું છે કે, કોઈ પણ ધાર્મિક કાર્ય સકામબુદ્ધિથી કરવું ન જોઈએ. જે કીર્તિદાન કરનાર છે, તેના કરતાં ગુપ્તદાનના કત્તાએ ઉત્તમ ફળ મેળવી શકે છે. “જો મને પુત્ર થાય તે હું પ્રભુની અમુક પ્રકારની ભક્તિ કરીશ. અથવા જો મને વ્યાપારમાં લાભ મળે તે તેમાંથી અમુક દ્રવ્ય વાપરી દેવપૂજા કરીશ” આવી ધારણા કરી શુભકર્મ કરનારાએ પેાતાના શુભકમ નું ફળ ગુમાવે છે. પ્રભુભક્તિ કરવામાં કે સેવા કરવામાં સ્વાર્થ બુદ્ધિ રાખનારા સકામી ભકતા પેાતાનું પુણ્ય નષ્ટ કરે છે અને ક્ષુદ્ર ફળ મેળવી અનેક પ્રકારના કર્માંના બંધ બાંધે છે, તેથી કેાઇ પણ ભતિજીવે કામનાની ધારણા કરી કાંઇ પણ શુભ કરવાનું નથી. પણ આ અનંત સસારમાંથી મુકત થવાની ઈચ્છા રાખીનેજ તે કૃત્ય કરવાનું છે. તે વિષે પંચ પતિઓની પત્ની થયેલી દ્રૌપદીનું દૃષ્ટાંત પિરપૂર્ણ છે. સ વિ આત્માઓએ એ દૃષ્ટાંત હૃદયમાં સ્થાપિત કરી પ્રવવું જોઇએ.
-9
---
પ્રકરણ ૨૨ મું.
નારદેાપદેશ.
હસ્તિનાપુરમાં પાંડુ રાજાના દરબારમાં આન દાવ થઈ રહ્યો હતા. મહાવીર અર્જુન રાધાવેધ કરી દ્રૌપદીને પરણી પેાતાની રાજધાનીમાં લાવ્યેા હતેા. દ્રુપદ રાજાએ વિવાહાત્સ