________________
(ર૪૬)
જૈન મહાભારત છે, માટે તે સ્ત્રી જાતિને યોગ્ય નથી.” સાધ્વીઓનાં આવાં વચન સાંભળી શકુમાલિકાએ તે આતાપના કરવાને વનમાં ગઈ. જેવામાં એ મહા તપસ્યાને સમારંભ કરતી હતી, તેવામાં એક પાંચ પુરૂષોએ સેવેલી ગણિકા તેના જેવામાં આવી. તે એક પુરૂષના ઉલ્લંગમાં બેઠી, બીજાના ઉલ્લંગમાં તેનાં ચરણ હતા, ત્રીજો પુરૂષ તેને અલંકાર પહેરાવતે હતે, ચોથે. પુરૂષ તેણુની પર છત્ર ધરી ઉભે રહ્યો હતો. અને પંચમે. પુરૂષ તેને પંખે નાંખતે હતે. જેની ભેગની ઈચ્છા પૂર્ણ થઈ નથી, એવી શુકમાલિકા આ વારાંગનાને વિલાસ જોઈ માહિત થઈ ગઈ. તેજ વખતે તેણીએ નિદાન કર્યું કે, “હું જે તપ કરું છું, તેના પ્રભાવથી મને પાંચ ભત્તર પ્રાપ્ત થાઓ” આવું નિદાન કરી શુકમાલિકાએ આતાપના તપ કરવા માંડે. તે એકાકિની અબળા આઠ માસ સુધી સંલેખના વ્રત કરતી કરતી અચાનક કાળધર્મને પામી ગઈ. અને સધ
નામે દેવલોકમાં નવપલ્યોપમ આયુષ્યવાળી દેવી થઈ. હે જનાર્દન, તે શુકમાલિકાજ આ પદી થઇને અવતરેલી છે. તેથી તેને આ ભવે પાંચ પતિઓને વેગ થયેલ છે. પ્રાચીન નિદાનના યોગથી તેણીને પાંચ પતિઓની પ્રાપ્તિ થાય તેમાં શું આશ્ચર્ય ?” આટલું કહી તે મુનિ ત્યાંથી આકાશમાગે ચાલ્યા ગયા. સર્વ સભ્યને આ વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામી ગયા. - પ્રિય વાંચનાર, આ પ્રસંગ તારી મવૃતિમાં સ્થાપિત કરી તેને વિચાર કરજે. પૂર્વ કર્મની સત્તા કેવી પ્રબળ છે?