________________
પદી પૂર્વભવ.
(૨૪૧) ગુરૂ ધર્મઘોષમુનિ બેઠા હતા, ત્યાં આવી તેમને બતાવ્યું. ગુરૂએ શાકની વાસ લઈને શિષ્યને કહ્યું કે, “આ શાકને સ્વાદ મૃત્યુને કરનાર છે. માટે તેને કેઈ શુદ્ધ ભૂમિમાં પરઠવી આપ. ગુરૂની આવી આજ્ઞા થતાં તે શિષ્ય તે શાક લઈને બાહર નીકળ્યા. રસ્તામાં ચાલતાં તે શાકના પાત્રમાંથી
ડું શાક ઢળી પડયું. ત્યાં કેટલીએક કીડીએ હતી, તે મરી ગઈ. તે જોઈ વિદ્વાન અને દયાળુ શિષ્ય વિચાર કર્યો કે,
જ્યારે આટલા થડા શાકથી આટલી કીડીઓ મરી ગઈ તે તે પરડવાથી તે સ્થાને ઘણી કીડીઓને નાશ થઈ જશે. તેના કરતાં મારા એકનું જ મરણ થાય તે વધારે સારૂં, કેમકે, તેથી કેટી ઇવેને બચાવ થશે.” આવું વિચારી તે શિષ્ય નેત્ર મીંચીને તે બધું શાક ખાઈ ગયે. પછી દેવગુરૂને નમસ્કાર તથા પરાપર્વન કરી આત્મસમાધિમાં રહી તેણે શાકના પ્રભાવથી પ્રાણ ત્યાગ કર્યો. તે સર્વાર્થસિદ્ધિ નામના પાંચ અનુત્તર વિમાનમાં દેવતાપણે ઉન્ન થયે. આ તરફ તે ધર્મરૂચિ મુનિના ગુરૂ ધર્મઘોષમુનિને વિચાર થયે કે, “ઘણીવાર થઈ તે પણ હજુ શિષ્ય કેમ ન આવ્યો તેનું શું કારણ?” આ પ્રમાણે તેમણે બીજા શિષ્યોને તેમની શોધ કરવાને મોકલ્યા. તપાસ કરતાં એક ઠેકાણે તે શિષ્યનું પ્રાણહિત થઈ પડેલું શરીર તેમના જેવામાં આવ્યું. તે જોઈ તેઓ ખેદ પામ્યા. મૃત થઈ પડેલા ધર્મરૂચિના રજોહરણ -