________________
રાધાવેધ.
(ર૩૩). નીચે ઉતરી ગજેંદ્રના જેવી રમણીય ગતિથી ચાલતી એ ચતરાને જોઈ સર્વ રાજાઓ મદનાર થઈ ગયા. અને તે સ્ત્રીરત્નની પ્રાપ્તિ કરવા માટે દિવ્ય ધનુષ્ય ઉઠાવવા લાગ્યા. જે જે રાજા તે દિવ્યધનુષ્ય ઉઠાવવા આવતો, તેને પ્રતિહારિણી તેના કુળ-વંશના ચરિત્ર ઉપરથી ઓળખાવતી હતી. પ્રથમ હસ્તિશીર્ષનગરને રાજ દમદત ધનુષ્ય ઉઠાવવા ઉર્યો. તે સમયે છીંક થવાથી તે પાછો જઈ પિતાના આસન ઉપર બેઠો. તેને પ્રતિહારિણીએ હસતા હસતા ઓળખાવ્યા. તે પછી મથુરાપુરીને રાજા ધનુષ્ય લેવા આવ્યા. તેની તે બધાએ હાસ્યથી અવજ્ઞા કરી એટલે તે પોતાના મંચ ઉપર જઈને બેઠે. તે પછી વિરાટદેશનો રાજા ઉ. પણ તે તે સ્તબ્ધ બનીને ચાલ્યો ગયે. ત્યારબાદ નંદીપુર રાજા શલ્ય ગર્જના કરતો આવ્યો. પણ તે તે દિવ્ય ધનુષ્યના દૂરથી દર્શન કરી ચાલ્યો ગયે. આ વખતે જરાસંઘનો પુત્ર સહદેવ ઉભું થયું. તે ધનુષ્યની પાસે આવી ક્ષણવાર વિચાર કરી પાછો હટી ગયા. તે પછી ચેદી દેશને રાજા શિશુપાળ દેડતે દેડતે આબે, પણ તેને ઉદ્યોગ નિફળ થવાથી તે પાછો ચાલ્યો ગયો. આ વખતે ગવી દુર્યોધને પ્રેરણા કરી એટલે તેને મિત્ર કર્ણ ધનુષ્ય ચડાવવાની અભિલાષા કરતે ધનુષ્યની પાસે આવ્યા. કર્ણને જોતાંજ રાજપુત્રી દ્વપદી શ્યામમુખા થઈ ગઈ, તેણે એ હદયમાં ચિંતવ્યું કે, “આ કર્ણ સારથિને પુત્ર છે. અને તેમ છતાં તે ધનુર્ધારીઓમાં અગ્રેસર સંભળાય છે. જે કદિ તે રાધાવેધ કરશે, તે મારે શું કરવું? તેવા નીચ કુળના પુરૂષની સાથે મારે વિવાહ થાય તે ચોગ્ય નથી.” આવું વિચારી તેણીએ હૃદયમાં કુળદેવતાની