________________
(૨૨૬).
જૈન મહાભારત. દરેક અભ્યાસી પિોતપોતાના વિષયની પરીક્ષા આપવાને ઉત્સાહ ધરતે અને પરીક્ષામાં સારી રીતે ઉતરવાની અભિલાષા રાખતું હતું. પ્રાચીન આર્યો પિતાની સંતતિને વિદ્યાદાન આપવામાં અને તેની પરીક્ષા કરવામાં કે ઉત્સાહ અને ખંત રાખતા, તે પૂર્ણ દષ્ટાંત આ પ્રસંગ ઉપરથી પ્રકાશિત થાય છે. અભ્યાસ કરેલી વિદ્યા તથા કળાનું પરીક્ષણ કરવાને મેટા મંડપ નાંખવામાં આવતા અને તે સમયને એક વિવાહના જેવો ગણ ઉજવતા હતા. તે પ્રસંગ માટે ખાસ આમંત્રણે કરવામાં આવતા અને દબદબા ભરેલા ભવ્ય મેળાવડા કરવામાં આવતા હતા.
આજે આપણે એ આનંદથી તદન વિમુખ છીએ. વર્તમાનકાળની ક્ષુલ્લક પરીક્ષાઓમાં બળાત્કાર અને અનાદ૨નું જ દર્શન થાય છે. માત્ર આજીવિકાને અર્થે જ પરીક્ષાની સાર્થકતા માનવામાં આવે છે. તેમ છતાં તે પરીક્ષા આખરે કીંમત વગરની નિર્માલ્ય થઈ પડી છે. કોઈપણ વિદ્યા અથવા કળાની પરીક્ષા આપી શુષ્ક પદવીને સંપાદન કરી ઘણુ લેકે માત્ર સ્વાર્થ સાધક બને છે. દેશસેવા, ધર્માભિમાન કે કુલાભિમાનને ભુલી જવામાં આવે છે. અને પોષવર્ગને અનાદર જોવામાં આવે છે. આવી લઘુવૃત્તિ પૂર્વકાળે ન હતી. તે વખતે સર્વની પરાર્થમાંજ સ્વાર્થ બુદ્ધિ હતી. તેથી સર્વ વિજોએ તથા વિદ્વાનોએ પૂર્વની તે પવિત્ર પદ્ધતિને અનુસરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પિતાની સંતતિને અર્જુન અને કર્ણની જેમ વિદ્યા-કળામાં પ્રવીણ
લાકે મન ભુવે છે. આથી