________________
(૨૪)
જેન મહાભારતહવે જોઈએ, અને અત્યારે તેના પરાક્રમથી એ વાત સાચી પણ મનાય છે. તે ઉપરથી “આ સારથિના કુળમાં ઉત્પન્ન થયેલો છે. એવું માની એનો તિરસ્કાર કરે એગ્ય નથી.”
સારથિ વિશ્વકર્માના આ વચન સાંભળી બધા સભાસદો આશ્ચર્ય પામી ગયા. અને પરસ્પર વિચાર કરવા લાગ્યા. આ વખતે મહાનુભાવા કુંતી પિતાના હૃદયમાં આનંદસહિત વિચાર કરવા લાગી—“અહા! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. મારા જન્મને ધન્ય છે કે, મેં મારા પુત્રને યુવાન વયને જીવતે જે. પેટીમાં નાંખતી વખતે મેં એને કુંડળે પિહેરાવ્યા હતા. હું મહાભાગ્યવતી છું કે, મારે અર્જુન તથા કર્ણના જેવા પરાક્રમી પુત્ર છે. હવે આ ગુપ્ત વાતો મારે પાંડેને કહેવી જોઈએ. પણ કોઈ પ્રસંગે જણાવીશ.” આ પ્રમાણે કુંતી હૃદયમાં વિચાર કરતી અનુપમ આનંદ અનુભવવા લાગી. મહાવીર કર્ણ પિતે સારથિના કુળને નથી પણ કાઈ ઉત્તમ કુળનો છે, એવું ધારી અર્જુનની સામે યુદ્ધ કરવામાં વિશેષ ઉત્સાહિત થે. તેજ વખતે દુર્યોધન બેલી ઉક્યો-“કર્ણ ઉત્તમ જાતિને છે, એ વાત સિદ્ધ થઈ છે. તે છતાં કદિ તે ગમે તે જાતને હય, પણ મેં એને અંગદેશને રાજ્યાભિષેક કરે છે. કદિ આ વાત જેને રુચતી ન હોય તેણે હાથમાં ધનુષ્ય બાણ લઈ તૈયાર થઈ જવું.” દુર્યોધનના આ વચને સાંભળી પાંચે પાંડવ ક્રોધાતુર થઈ ગયા. તેમની મુખમુદ્રા ઉપર વિર્યને ઉલ્લાસ દેખાવા લાગે.