________________
કુમાર પરીક્ષા.
(૨૨૩) અને હાથમાં લગામ લે. અંગદેશનું રાજ્ય કરવાને તારામાં શક્તિ નથી. શિયાળ વનને અધિરાજ થાય જ નહીં. તેથી તું અર્જુનની સાથે યુદ્ધ કરવાને લાયક નથી. આ વખતે કર્ણને પિતા વિશ્વકર્મા સારથિ બોલી ઉઠ્યો. “સભ્ય ગૃહસ્થ, આ કર્ણને માટે જે તમને કુલીનતાની શંકા છે, તે બેટી છે. આ વીરપુત્ર મારા કુળમાં ઉત્પન્ન થયેલ નથી; પણ તે દેવયોગે અચાનક મારા હાથમાં આવી ગયું છે. મેં માત્ર પુત્રવત્ તેનું પાલનપોષણ કરેલું છે. એક વખતે હું પ્રાત:કાળે ગંગામાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં ગંગાના પૂરમાં વેગથી વહેતી એક પેટી મારા જોવામાં આવી. તે લઈ હું ઘેર ગયે. એવામાં તે ઉઘાડીને મેં જોયું, ત્યાં તેની અંદર અતિ તેજસ્વી આળક દેખા. તેણે પિતાના કાનમાં સુંદર કુંડલો પેહેર્યા હતા. તે બાળકને લઈ મેં મારી સંતાનરહિત સ્ત્રીને આપે અને કહ્યું કે, “તું સંતાન વગરની છે, માટે આ બાળકને પુત્રવત્ ગણું તેનું પાલન-પોષણ કર.” તે જ વખતે મારી સીએ મને જણાવ્યું કે, તેને એક પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે.” મારી સ્ત્રીના મુખથી આ વચન સાંભળી હું ધણે ખુશી થયે હતે. આ બાળક પેટીમાં પિતાના કાન નીચે હાથ મુકીને સૂતા હતા, તેથી શુભ દિવસે તેનું કણ એવું નામ પાડેલું છે. તેની પ્રાપ્તિ વખતે સ્વમમાં સૂર્યનું દર્શન થવાથી એને લેકો સૂર્યપુત્ર પણ કહે છે. બાળપણથી જ એના લક્ષણે અસાધારણ દેખાતા હતા. તે જોઈ હું તર્ક કરતે કે આ બાળકને જન્મ કઈ મેટા કુળમાં થયેલે