________________
ગુલાલ.
(૧૯)
આ પ્રકરણમાં વિદ્યાભ્યાસ કરવામાં જે દશ સાધના ગણાવ્યાં છે, તે ઉપર દરેક ગૃહસ્થે વિચાર કરવાના છે. જો પેાતાની સંતતિને સુશિક્ષિત મનાવવી હોય તો તેને માટે ગ્રેહુપાંતેએ એ દશ સાધન પૂરા પાડવા જોઇએ, તેમાં જે પાંચ પ્રકારના માહ્ય સાધના છે, તે અભ્યાસીના વ્હાલીને પૂરા પાડવાના છે, અને જે પાંચ પ્રકારના અંતરંગ સાધના છે, તેને ચેાગ અભ્યાસીએ પેાતાને કરવાના છે. પૂર્વકાળે એ દશ સાધનાને માટે માખાપા ઘણી કાળજી રાખતા અને તેથી તેમની પ્રજા વિદ્યા તથા કલા મેળવવાને પૂર્ણ ભાગ્યશાળી થતી હતી. આજકાલ ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય અને ભેાજન–એ પાંચ ખાહેરના સાધના પુરા પાડવાને અનેક પુણ્યવાન આત્માએ પ્રગટ થયા છે, અને થાય છે, પણ આરેાગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્રાનુરાગ એ પાંચ અંતર`ગ સાધનાની ઘણી ખામી છે. બુદ્ધિ હાય ત્યાં વિનય અને ઉદ્યમના અભાવ જોવામાં આવે છે. અને વિનય, ઉદ્યમ અને શાસ્ત્રાનુરાગ હાય ત્યાં બુદ્ધિના અભાવ હાય છે. સર્વ પ્રકારના યાગ કવચિતજ જોવામાં આવે છે. જો એ પાંચ અંતરગ સાધનાથી સંપન્ન હોય તે તે અર્જુનની જેમ વિદ્યા અને તેનું સાફલ્ય ઉભય સંપાદન કરી શકે છે. તેથી દરેક અભ્યાસીએ એ પાંચ અંતરગ સાધના મેળવવાને સદા ઉજમાળ થવાનું છે. અને આ ઉત્તમ પ્રકરણમાંથી એજ સુખાધક શિક્ષણ લેવાની જરૂર છે. આશા રાખવામાં આવે છે કે, દરેક વાચકા એ બેધ ગ્રહણ કરવાને સદા તત્પર રહેશે અને ખીજાને ગ્રહણ કરાવવા તથા અનુમૈદવા ઉત્સાહ ધરશે.