________________
(૨૦૮)
જેને મહાભારત. તેવા શિષ્ય ઉપર પવિત્ર પ્રેમ ધારણ કરનારા દ્રોણ જેવો ગુરૂઓ પણ હતા. તેઓ એકવચની અને ભકત ઉપર અપૂર્વ પ્રેમ ધારણ કરનારા હતા. દ્રોણાચાર્યે પોતાના શિષ્ય અર્જુ નને શસ્ત્રવિદ્યામાં અદ્વિતીય કરવાનું વચન આપેલ, તે વચનને સત્ય કરવાને તેણે એકલવના હાથને અંગુઠાથી ખંડિત કર્યો હતું. જો કે ઉત્તમ ગુરૂએ આવું અઘટિત કાર્ય ન કરવું જોઈએ તથાપિ દીર્ઘદશી દ્રોણાચાર્યો માત્ર વચનની ખાતર તેમ કર્યું હતું. તેમ વળી એકલવ અર્જુનના જે ઉત્તમ કુળને પાત્ર ન હતો, તેથી તેવા અનુચિત પાત્રને ઉચ્ચ વિદ્યામાં ચડતે કરે, એ પણ દ્રોણાચાર્યને યોગ્ય લાગ્યું નહીં હોય. આ પૂર્વની આવી ભાવમય ગુરૂભક્તિ કે જે એકલવ જેવા એક કેળીમાં રહેતી હતી. તેવી ભક્તિ દરેક આર્ય વિદ્યાથીએ ધારણ કરવી જોઈએ. એક મૃત્તિકાની ગુરૂપ્રતિમાની ભક્તિથી એકલવ ધનુર્વિદ્યામાં પ્રવીણ બની ગયું હતું, તે જેઓ પ્રત્યક્ષ ગુરૂની સેવા ભક્તિ કરે તેને શી ન્યૂનતા રહે ? આ ઉપરથી મૂર્તિપૂજાને પ્રભાવ પણ સિદ્ધ થાય છે. અરહિંત પ્રભુની પ્રતિમા સન્મુખ ઉત્તમ ભાવના ભાવવામાં આવે અને તે ભાવના સાથે તેમની સેવા પૂજા કરવામાં આવે તે તેનું ઉત્તમ ફળ મળે તેમાં શું આશ્ચર્ય ?
દરેક ભવિમનુષ્ય હમેશાં સ્મરણમાં રાખવું કે, શુદ્ધ ભાવથી જે જે ક્રિયા કરવામાં આવે, તે સફળ થયા વિના રહેતી નથી. આ જગમાં ભાવ એ દિવ્ય વસ્તુ છે. તેને