________________
ગુરૂભક્તિને મહિમા.
(૨૭) આ ગુરૂને મારી પર એટલે ઉપકાર થયો છે કે, તેમને હું મારા પ્રાણ અર્પણ કરું પણ હું તેમને અનુણ થઈ શકે નહીં. ગુરૂની આવી પ્રસન્નતા મેળવનાર મારા આત્માને ધન્ય છે.”
અર્જુનની આ મનેભાવના દ્રોણાચાર્ય જાણું લીધી. અને તેથી તેઓ તેની પર વધારે પ્રેમ બતાવવા લાગ્યા. ગુરૂ અને શિષ્ય બંને પરસ્પર અભેદરૂપે વર્તતા હતા. ગુરૂને અજુન ઉપર જે વાત્સલ્યરસ હતું, તે અર્જુનને દ્રોણાચાર્ય ઉપર ભક્તિરસ હતે. વાત્સલ્ય અને ભક્તિ બંને રસના પ્રવાહ એક બીજા ઉપર વહન થતા હતા. અને તેથી તેઓ બંને પરસ્પર પોતાના કર્તવ્યમાં પરિપૂર્ણ રહેતા હતા.
પ્રિય વાંચનાર! આ ગુરૂભક્તિના પ્રકરણમાંથી તમારે ઘણું શીખવાનું છે. દ્રવ્ય અને ભાવ એ બંને વસ્તુમાં ભાવ વસ્તુ કેવી પ્રબલ અને હદયવેધક છે? એ વાત એકલવના પવિત્ર ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. ભાવ વસ્તુથી ગુરૂની ભક્તિ કરનાર એકલવના કાર્યની સિદ્ધિ કેવી ચમત્કાર ભરેલી થઈ હતી? ભક્તિભાવને પ્રભાવ એકલવના વૃત્તાંતમાં પ્રત્યક્ષ જેવામાં આવે છે. પૂર્વે આર્યપ્રજામાં આવી અદ્દભુત ગુરૂભક્તિ હતી. ગુરૂભક્ત અજુન પણ તેવી ગુરૂભક્તિ ધારણ કરનારે ધર્મવીર હતું. એ ગુરૂભક્ત અને પૃથ્વી પર ધનુર્વિદ્યામાં અનુપમ અને અદ્વિતીય થયે હતે. - પૂર્વે અર્જુન અને એકલવ જેવા ગુરૂભક્ત શિષ્ય હતા,