________________
ગુરૂભક્તિને મહિમા.
(૨૧) વૃત્તાંત કહું, તે સાંભળ–“અહિં આ વનની નજીક રૂદ્રપલ્લી નામે એક નાનું ગામ છે. તેમાં હિરણ્યધનુષ નામે એક કળી રહે છે. તેને હું એક્લવ નામે પુત્ર છું. એવી રીતે હું પુલિંદકુળમાં ઉત્પન્ન થયે છું. અસ્ત્રવિદ્યામાં નિપુણ, મહાધનુર્ધર તથા વિખ્યાત ધનંજય નામે જેને શિષ્ય સં. ભળાય છે, તે દ્રોણાચાર્ય મારા ગુરૂ છે.” છે તે ધનુર્ધર પુરૂષને આવા વચન સાંભળી અર્જુનના મુખ ઉપરથી તેજ ઉડી ગયું. તેના મનમાં અતિ ખેદ ઉત્પન્ન થઈ આવ્યું. તેણે પિતાના મનમાં વિચાર્યું કે, “આ એક કોળી જાતિના પુરૂષને ધન્ય છે, કે જેની ઉપર દ્રોણાચાર્યો આટલી બધી કૃપા કરી છે. મારાથી આ પુરૂષ ચઢીઆત છે. આની ઉપર ગુરૂની કૃપા પણ અધિક હેવી જોઈએ. મેં ગુરૂની સેવા ઘણું કરી તે છતાં મને આના જેટલી વિદ્યા પ્રાપ્ત થઈ નથી તે માટે મને ધિક્કાર છે. આજ દિવસ સુધી કરેલે મારો પ્રયાસ બધે વ્યર્થ છે. અર્જુનને આ ખેદ ઈર્ષ્યાથીન હતો, પણ સ્પર્ધાથી હતું. તેના મનમાં પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે અને નેત્રે માં ખેદાશ્રુ આવી ગયાં.” આવી સ્થિતિમાં અને ત્યાંથી પાછા ફરી દ્રોણાચાર્યની પાસે આવ્યા અને તેણે ખિન્નવદને ગુરૂને નમસ્કાર કર્યો. પિતાના પ્રિય શિષ્ય અર્જુનનું મુખ ઉદાસ જોઈ દ્રોણચાર પુછયું, “વત્સ દિવસના ચંદ્રની જેમ તું નિસ્તેજ કેમ દેખાય છે? શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા શું કેઈએ તારું અપમાન કર્યું