________________
(૨૪)
જૈન મહાભારત.
પ્રાથના કરી કે, “ સ્વામી! આપ મને ધનુર્વિદ્યાના અભ્યાસ કરાવા. તે વખતે આપે મને કહ્યુ` કે, “ હું તને ધનુર્વિદ્યાના અભ્યાસ કરાવીશ નહીં. ” આપે શા કારણથી મને ના કહી, તે કાંઇ મારા સમજવામાં આવ્યું નથી. પછી હું નિરાશ થઇ ઘેર આવ્યા. અને મેં' વિચાર કર્યો કે, હવે શું કરવું ? << ગુરૂ વિના વિદ્યા પ્રાપ્ત થવાની નહીં, ” અને હું હીનજાતિનો હાવાથી મારા કાઈ ગુરૂ તે થવાના નથી; ત્યારે હું ધનુર્વિદ્યા કેમ શીખીશ. ” આ પ્રમાણે હૃદયમાં અતિ ખેદ કરતાં મારા મનમાં સ્ફુરી આવ્યું કે, “ આ જગમાં ભાવજ ફળદાયક થાય છે. માટે ગુરૂ દ્રોણાચાય ની પ્રતિમા કરી તેમની ભક્તિ કરવાથી મારી ઇચ્છા પૂર્ણ થશે. ” આવુ વિચારી મે મૃત્તિકાવડે આપની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી તેને સાક્ષાત્ ગુરૂ માની હું સ્વત: ધનુર્વિદ્યાના અભ્યાસ કરવા લાગ્યા, હમેશાં વિદ્યાનું અધ્યયન કરતાં પહેલાં આપ ગુરૂની પ્રતિમાની પૂજા કરૂ છું. તે પૂજા પ્રતિમા બુદ્ધિથી નહીં પણ સાક્ષાત્ ગુરૂમુદ્ધિથી કરૂ છું. હે મહાનુભાવ ! આપના ચરણકમળને ધન્ય છે કે જેમના પ્રભાવથી મારા જેવા બુદ્ધિહીન અને નીચકુળના માણસ પણ ધનુર્વિદ્યામાં આવા નિપુણ થયા. આ સૂર્ય ઉત્ક્રય પામીને જગત્ના અધ કારનો નાશ કરે છે, પણ મારા ગુરૂ તે સ્મરણ માત્રથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. એમ સૂર્ય થી પણ અતિ સમર્થ જે આ તમે મારા ગુરૂ છે, તેમને હું સહસ્ત્રવાર પ્રણામ કરૂ છું. આ પ્રમાણે કહી તે એકલવ દ્રોણાચાય તથા
,,