________________
-
-
વૈરબીજ.
(૧૦૧) ધનના શરીર ઉપર એવા મુષ્ટિ પ્રહાર કરવા માડયાં કે જેથી દુર્યોધન અતિ બળહીન થઈ ગયા. અને ગ્લાનિ પામી પિતાના ભાઈઓને મળે, ત્યારે ભીમ પણ પિતાના ભાઈઓની પાસે ગયે. ભીમના અંગ ઉપર ચોટેલી રજ યુધિષ્ઠિર - તાના દુપટ્ટાથી ખંખેરવા લાગ્યું, અને શરીર દાબવા લાગે અને નકી તથા સહદેવ પોતાના દુપટ્ટાથી પવન કરવા લાગ્યા. ચારે પાંડવોને પોતાના બંધુ ભીમનું આમ આશ્વાસન કરતાં જોઈ દુર્યોધન હૃદયમાં દગ્ધ થઈ ગયે અને એકાંતમાં જઈ પોતાને મલિન હદયમાં આ પ્રમાણે દુષ્ટ વિચાર કરવા લાગ્યા–“અહા! કે સ્વાર્થ છે! આ જગમાં જે પરાક્રમી પુરૂષ હોય છે, તે પોતાનું અર્ધરાજ્ય હરણ કરનારને પણ જોઈ શક્તા નથી. તે આ જે સમગ્ર રાજ્યને હરણ કરનાર યુધિષ્ઠિર તેની ઉપર મારે પ્રેમ કયાંથી રહે! માટે જેમ રોગની ઉત્પત્તિ થતાંજ લેકે તેને ઔષધથી નિમૂળ કરે છે, તેમ કઈ પણ યુક્તિથી યુધિષ્ઠિરને નિર્મૂળ કરો જેઈએ. પણ જેમ પરાક્રમી તથા નીતિમાન્ રાજાને પરાભવ થો અશક્ય છે. તેમ જ્યાંસુધી ભીમ અને અર્જુન યુધિષ્ટિરની પાસે છે, ત્યાંસુધી કોઈ પ્રકારે હું તેને પરાભવ કરવાને સમર્થ થવાને નથી. એ બંને વીર યુધિષ્ઠિરની બે ભુજાઓ જેવા છે. તેઓને પ્રથમ નાશ કરે જોઈએ. એ બંનેમાં પણ ભીમ ઘણે પરાક્રમી છે, માટે એને તે વહેલે જ યમપુરીમાં પહોંચતે કરે જોઈએ. ભીમને નાશ થવાથી સ્તંભ વગરના ઘરની જેમ યુધિષ્ઠિરનું મહત્વ રહી શકવાનું નથી.”