________________
(૧૮૬)
જૈન મહાભારત, વાયેગ્ય છે. ભીમનું હૃદય પવિત્ર હતું. તે બલના વેગથી રમતીયાળ હતું, પણ તેની બધી રમતે નિર્દોષ હતી. દુર્યોધને તેના પ્રાણ હરવાને અનેક પ્રયોગો કર્યા હતા, તથાપિ ભેળા દિલના ભીમે તેને ક્ષમા આપી હતી. તે સાથે તેના હૃદયની નિર્મલતા સદા સરખી જ રહી હતી. એનું નામ ઉત્તમ વૃત્તિ કહેવાય છે. એવી ઉત્તમ વૃત્તિ ધારણ કરનારા કુલીન પુત્રે ઉભય લેકમાં યશસ્વી નીવડે છે. તેથી દરેક કુલીન પુત્રે ભીમના તે ઉત્તમ ગુણનું અનુકરણ કરવું જોઈએ. - આ પ્રકરણમાં સર્વથી વધારે પ્રશંસનીય શિક્ષણ પાંડુના ચરિત્ર ઉપરથી લેવાનું છે. જોષીલોકેના કહેવાથી વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનને ત્યાગ કરવાનું કહ્યું અને તેથી પુત્રપ્રેમી ધૃતરાષ્ટ્રનું દિલ ઉદાસ થયું, તે વખતે પાંડુએ જે વચને કહ્યા છે, તે ખરેખર દરેક કુટુંબીએ પિતાના કલેજામાં કતરી રાખવા ગ્ય છે. ધૃતરાષ્ટ્ર રાજ્યમાં લુબ્ધ બની પિતાના દુર્યોધન વગેરે પુત્ર અને પાંચ પાંડવોની વચ્ચે ભેદબુદ્ધિ રાખી, પણ સમદષ્ટિ પાંડુના હૃદયમાં એ ભેદબુદ્ધિ પ્રગટ થઈ ન હતી. યુધિષ્ઠિર અને દુર્યોધન ઉપર પાંડુએ. સમદષ્ટિ રાખી હતી. તેને પવિત્ર સ્નેહ એ બંને પુત્ર ઉપર સમાન હતું. પાંડુને આ દિવ્ય ગુણ સર્વ ગૃહસ્થોએ ગ્રહણ કરવા ગ્ય છે. પાંડુના જેવી પવિત્ર મનોવૃત્તિ ધારણ કરનાર કુટુંબી ગૃહસ્થ પિતાના સંસારમાં સુખી થાય છે. પાંડુના પવિત્ર ચરિત્ર ઉપરથી એજ બેધ ગ્રહણ કરવા ગ્ય છે. સાંપ્રતકાળે પાંડુના જેવા પવિત્ર પુરૂષે ઘણુ થોડા છે. ઘણું