________________
(૧૪)
જૈન મહાભારત. છે. કળીચુનાથી સાફ કરી રાખેલી દિવાલની ઉપર ચિતરેલું ચિત્ર જેમ દીપી નીકળે છે, તેમ આ રાજપુત્રોને આપેલી તમારી વિદ્યા જલદી દીપી નીકળશે.
કૃપાચાર્યની આ પ્રાર્થના દયાળુ દ્રોણાચાર્ય અંગીકાર કરી અને જેની પ્રાર્થના સફળ થયેલી છે, એ કૃપાચાર્ય તેથી ખુશી થઈ ભીષ્મની પાસે ગયે. અને તેને અથથી ઇતિ સુધી દ્રોણાચાર્યનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અંતરમાં આનંદ પામેલા ભીષ્મપિતામહે તે સાંભળી તરત દ્રોણાચાર્યને પિતાની પાસે બોલાવ્યા અને અતિ આનંદપૂર્વક સુવર્ણના આસન ઉપર બેસાર્યા. પછી વિવિધ પ્રકારે તેમનું આશ્વાસન કરી ભીષ્મપિતામહ બેલ્યા “મહાનુભાવ! આપ ધનુર્વિદ્યામાં ભારતવર્ષમાં પ્રખ્યાત છે. તે સાથે પપકાર કરવામાં આપની મનવૃત્તિ ઉત્સુક છે અને આપ વિદ્યાદાન કરવાના અભિલાષી છે, તેથી આ સર્વ રાજપુત્રને અતિ પ્રેમથી, આનંદથી તથા અંત:કરણપૂર્વક ઉત્કૃષ્ટ વિદ્યાભ્યાસ કરાવે.”
ભીષ્મનાં આ વચનો દ્રોણાચાર્યે માન્ય કર્યા. પછી ભીમે બધા રાજપુત્રોને બેલાવી દ્રોણાચાર્યને સ્વાધીન કર્યા અને કહ્યું કે, “તમારે ગુરૂભક્તિપૂર્વક આ મહાશયની પાસે ધનુર્વિદ્યાને અભ્યાસ કર.”ભીષ્મની આજ્ઞાથી તે બધા રાજપુ દ્રોણાચાર્યને સ્વાધીન થયા. વરિષ્ટગુરૂ દ્રોણાચાર્ય તેમને ધનુર્વિદ્યાની નિયત કરેલી પાઠશાળામાં લઈ ગયા. અને ત્યાં તેમને શસ્ત્ર અસ્ત્રની મહાવિદ્યાને આરંભ કરાવ્યું. સુપા