________________
વૈરબીજ.
(૧૮૫) ઉપર દ્વેષ કરનારો થયે અને શ્રેષબુદ્ધિથી તેણે ભીમને મારવાનાં અનેક ઉપાયે કર્યા હતા. આ ઉપરથી દરેક માબાપોએ ઘણું શિક્ષણ લેવાનું છે. જે માબાપ પોતાની સંતતિ તરફ ઉપેક્ષા રાખી પિતાના વિકારી વિચારો હદયમાં પ્રગટ કરે અથવા જાહેર કરે તે તે વિચારોના પ્રતિબિંબ સંતાનમાં પડે છે અને તેથી સંતાને નઠારા થાય છે અને આખરે તેનું નઠારું પરિણામ આવે છે. બીજું કોઈ પણ કુલીન પુત્રે દુર્યોધનની જેમ પોતાના ભાઈએ તરફ નઠારી વૃત્તિ રાખવી ન જોઈએ. કુટુંબ તથા કુટુંબિએ તરફ શુદ્ધ પ્રેમ રાખી વર્તવું એ કુલીન અને સગુણ પુત્રને ધર્મ છે. એક પિતાના અને એકજ લેહીના બંધુઓ સંપથી વર્તે તે કુટુંબ સારી સ્થિતિમાં આવે છે અને તેમને સર્વ સ્થળે વિજય થાય છે. આ દુઃખમય સંસારમાં ભાઈઓમાં સંપ એજ સુખ છે અને એ સુખથી સંસાર અસાર છતાં સારવાળે ગણાય છે. સંપ અને ઉદારતાથી વર્તનારા મનુષ્ય આલેક તથા પરેકને સુખે સાધી શકે છે. કારણ કે, સંપ રાખવાથી ફ્લેશ થતો નથી અને જ્યારે સંપને અભાવ હોય, ત્યારે હૃદયમાં આર્ત તથા વૈદ્ર યાન ઉત્પન્ન થાય છે અને તેથી તે નઠારી ગતિના પાત્ર બને છે. સુખ અને નિવૃત્તિએ ધર્મ કરણીમાં ઉપયોગી છે અને તે સદા સંપની અંદર રહેલ છે. તેથી દરેક કુટુંબિઓએ સંપ રાખી વર્તવું જોઈએ અને દુર્યોધનની જેમ કુસંપ કરવાની ઈચ્છા ન કરવી જોઈએ. આ પ્રસંગમાં જેવું દુર્યોધનનું નઠારું પ્રવર્તન ત્યાગ કરવા એગ્ય છે, તેવું ભીમનું પ્રવર્તન આદ
અતિ ભારત