________________
( ૧૦૮ )
જૈન મહાભારત.
હતા. પ્રત્યેક વીર પાતપેાતાનુ અલ અજમાવવાને વિવિધ પ્રકારના ખેલ ખેલતા હતા. કોઇવાર હોડ બકીને સાથે દોડતા, કાઇવાર ગંગાના કીનારાપર કુદકા મારતા, કાઈવાર જલમાં પેશીને ક્રીડા કરતા, કાઇવાર યમુના નદીના તટ ઉપર ઉભા રહી ભુસકા મારતા, કાઇવાર કુસ્તી કરતા અને કાઇવાર રેતીમાં વિવિધ જાતની કસરતા કરતા હતા. આ બધી રમતામાં ભીમ સર્વોપરી થતા અને દરેક રમતમાં તે બીજા સર્વાંને મહાત કરતા હતા. તથાપિ તે સર્વ ભાઇઓની ઉપર યુધિષ્ઠિર સમાન પ્રેમ રાખતા હતા. તેમાં પણ દુર્યોધન ઉપર તેની વિ શેષ પ્રીતિ હતી. યપિ ભીમની અધા ભાઇએ ઉપર પ્રીતિ તા હતી, તેા પણ એની ક્રીડા એવી હતી કે, દુ:શાસન વગેરેને ઇજા થયા વિના રહેતી નહીં. અને તેથી તેએ ભીમની તરફ અનાદરવાળી દૃષ્ટિએ જોતા હતા. ભયંકર પરાક્રમી ભીમ રમતા રમતા કરવાને લીલામાત્રમાં બગલમાં ઘાલીને ચાંપતા, તેથી તેઓ શ્વાસના રાધ થવાથી મૃતતુલ્ય થઈ જતા. કાઇ સમયે તેની સાથે એવી તા ટક્કર લેતા કે તે મના માથા પણ ફુટી જતા હતા. કેાઇ વખત ભીમ પગની ફેટમાં લઇ એવી રીતે દોડતા કે જેથી કારવાના નાક તથા લલાટમાંથી રૂધિરની ધારા ચાલતી હતી. કાઇવાર કારવા ફળ લેવાને વૃક્ષ ઉપર ચઢ્યા હોય, તે વખતે ભીમ તે વૃક્ષને ઉખેડી દોડતા હતા અને તેથી તેઓ પાકેલા ફળાની જેમ જમીન ઉપર પડતા અને તેથી પીડાતા હતા. આવી રીતે અનેક પ્રકારે ભીમ તેમને દુ:ખ આપતા, તથાપિ તેના હૃદયમાં
-