________________
( ૧૭૬ )
જૈન મહાભારત.
જન્મ ત્રીશ માસે થયા છે, પણ તે યુધિષ્ઠિર પ્રથમ ગર્ભા વાસમાં આવ્યા છે, માટે તે જ્યેષ્ટ હાવાથી ઉત્તમજ છે. એ મોટા રાજાધિરાજ થવા જોઇએ. અને એનાથીજ કુળની ઃદ્ધિ થશે. યુધિષ્ઠિરના જન્મ પ્રથમ થવાથી યદ્યપિ તે રાજ્યાધિકારી પ્રથમ થશે ખરો, પણ એની પાછળ દુર્યોધનજ રાજા થવાના સંભવ છે. મારે તે યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે કાંઇ પણ ભિન્ન ભાવ નથી. ”
પાંડુના આવાં પ્રમાણિક વચનો સાંભળી સર્વ સભા સ્તબ્ધ બની ગઇ. કોઇનાથી કાંઇ પણ ખેલાયું નહીં. પછી પાંડુએ યોગ્ય રીતે સત્કાર કરી જોષીઓને વિદાય કર્યો અને સભા વિસર્જન થઇ ગઇ. સવે પોતપેાતાને સ્થાને ચાલ્યા
ગયા.
વિદુરના કટુ વચનથી કચવાએલા ધૃતરાષ્ટ્રનું હૃદય પાંડુના પવિત્ર વચને સાંભળી શાંત થયું હતું. તથાપિ પ્રથમથીજ વિકાર પામેલી તેની બુદ્ધિમાં પછી પ્રતિદિન વિશેષ વિકારા ઉત્પન્ન થયા હતા. પેાતાના પુત્રા અને પાંડવામાં તેને ભેદબુદ્ધિ ઉત્પન્ન થઇ હતી અને રાજ્યના મલિન લેાભની આછી આછી છાયા તેની મનોવૃત્તિપર પડતી હતી. તે પછી ગાંધારીને દુ:શલ્યા નામની પુત્રી થઇ હતી. તે યોગ્ય વયની થયાથી તેણીને સિ’દેશના રાજા જયદ્રથની સાથે પરણાવી હતી, અને તેથી ધૃતરાષ્ટ્રે પેાતાના પક્ષમાં એક સારા સબશ્રીના વધારા કર્યા હતા.