________________
(૧૬)
જૈન મહાભારત થઈ કે, “એ બંને પુત્રે સાત્વિક, શૂરવીર, સિદ્ધ અને ગુરૂ પ્રિય થશે.” પાંડુએ તે પુત્રોમાંના એકનું નામ નકુળ અને બીજાનું નામ સહદેવ પાડયું. કુંતીના ત્રણ પુત્ર અને માદ્રીના બે પુત્રો મળી પાંડુને પાંચ પુત્ર થયા. એ પાંચ પુત્રો પાંચ પાંડવના નામથી જગમાં વિખ્યાત થયા. પાંચે પાંડની સત્કીર્તિ બાલ્યવયથી જ આખા જગતમાં પ્રસરી ગઈ. આથી તેઓ જગમાં પ્રભાવિક પાંડ કહેવાયા.
રાજા અને કુંતી પિતાના પાંચ પુત્રોને જોઈ હદયમાં આનંદ પામતા અને તેમને મનગમતા લાડ લડાવતા હતા. હસ્તિનાપુરની બજારમાં મનહર વાહનપર વિરાજીત થઈ વિચરતા એ પાંચે પાંડવોને જોઈ સર્વપ્રજા પ્રમોદથી પૂર્ણ થતી હતી અને તે પાંચે પાંડવોના ઓવારણા લેતી હતી. રાજા પાંડુએ તેમને બાલ્યવયથી સુશિક્ષણ આપવાની યેજના કરી હતી. જ્યાં સુધી તેમની વય નાની હતી, ત્યાં સુધીમાં તેમની માતા કુંતીએ તેમને નમ્રતાના ગુણે શીખવાડ્યા હતા. બધા ભાઈઓ સં૫થી વર્તતા અને પિતાના મોટા ભાઈ યુધિષ્ઠિરની આજ્ઞાને માન આપતા હતા. તેઓને બાલ્યવયથી જ ધર્મનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રતિદિન પ્રભાત વહેલા ઉઠી તેઓ માતાપિતાને વંદન કરતા અને પછી શુદ્ધ થઈ પ્રભુ ભક્તિ કરતા હતા. વડિલની આજ્ઞા માનવી, દરેક મોટાને માન આપવું, અસત્ય બોલવું નહીં, છળ-કપટ રાખવું નહીં, સર્વને વિનય કરે, વિવેક રાખે અને બીજાને