________________
વરખીજ.
(૧૬૯)
પ્રકરણ ૧૬ મું.
વૈખીજ.
જ્યારે પાંડુપત્ની કુંતીના ગર્ભમાં ભીમ આવ્યા હતા, તે વખતે ધૃતરાષ્ટ્રની સ્ત્રી ગાંધારીને પણ ગર્ભ રહ્યો હતા. એ ગર્ભ એવા દુષ્ટ હતા કે, ત્રીશ મહિના સુધી તેના પ્રસવ થચા નહિ. ત્રીસ માસ સુધી વધેલા ગર્ભથી ગાંધારીનુ પેટ ગાળા જેવડુ માઢુ થઇ ગયું. જ્યારે ગાંધારીને ગર્ભ વેદના ભારે થવા લાગી ત્યારે તેણી ઘણા ક્લેશ પામી વિચાર કરવા લાગી—“ મેં પૂર્વ જન્મને વિષે મહાપાપ કર્યું છે કે જેના ઉડ્ડયથી હું આ લેાકમાં નરકના દુ:ખના અનુભવ કરૂં છું. એક તા મારી પહેલા કુંતીને પુત્ર થયા, એ માટુ દુ:ખ. વળી ઘણા કાળ સુધી પ્રસવ ન થતાં ગર્ભ એમને એમ રહ્યો છે, તેટલામાં તેા કુંતીને ખીજો ગર્ભ રહ્યો અને તેના પ્રસવ પણ થવાની તૈયારી છે, પણ હજી મારા છુટકારો થતા નથી; માટે હું માટી નિર્ભાગી છું. ’” આ પ્રમાણે ચિંતા કરતી ગાંધારી પેાતાનું પેટ ફુટવા લાગી, તેથી અધુરો ગર્ભ નીકળી ગયા. માંસના ગાળા જેવા એક પિંડ પૃથ્વીપર પડેલા તેણીના જોવામાં આવ્યા. તત્કાળ તે આંખમાં અશ્રુ લાવી પશ્ચાત્તાપ કરવા લાગી. “ અરે નિર્દય દૈવ ! તે' આ શું કર્યું ? તું મને પૂના કયા વૈરથી દુ:ખ આપે છે ? હવે આ માંસના