________________
(૧૦૮)
જૈન મહાભારત, રાજગૃહી નગરીને રાજા જરાસંઘ છે. જરાસંઘે પિતાના પરાક્રમથી ઘણું રાજાઓને વશ કરેલા છે. સર્વ યાદના ખંડિઆ રાજાઓ તેની આજ્ઞા મસ્તક પર ચડાવે છે. તેને જે પુત્રીની ચિંતા થતી હતી, તેનું નામ જીવયશા છે. જીવયશા જેવી સેંદર્યવતી હતી તેવી ગુણવતી ન હતી. તેણીનામાં તારૂણ્યની સાથે જ બીજા દુર્ગણે પ્રવિષ્ટ થયા હતા. તે મદિરાપાન વિશેષ કરતી અને તેમાંજ મન્મત્ત રહેતી હતી. મદ્યપાનના દુર્ગુણેથી તેણીનામાં વિષય વિકાર પણ ઉત્પન્ન થતું હતું. આ પિતાની પુત્રી જીવયા સંબંધી વિચાર કરવામાંજ રાજા જરાસંઘ સદા ચિંતાતુર રહેતા અને આ વખતે પણ તે તેજ ચિંતામાં નિમગ્ન થયા હતા.
રાજા જરાસંઘ પોતાના રાજ મેહેલમાં ઉપર પ્રમાણે ચિંતા કરતે હતા, ત્યાં દ્વારપાળે આવી વિજ્ઞપ્તિ કરી કે,
મહારાજા ! રાજા સમુદ્રવિજયે કોઈ એક તરૂણ પુરૂષને સાથે લઈ આપને મળવા આવ્યા છે. આજ્ઞા હોય તે પ્રવેશ કરાવું.” દ્વારપાળનાં આ વચન સાંભળી રાજા જરાસંઘ સાનંદાશ્ચર્ય થઈ ગયે. પિતાની પુત્રી જીવયશા સંબંધી તેની ચિંતા નષ્ટ થઈ ગઈ અને રાજા સમુદ્રવિજયને મળવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ આવી. તેણે ઉત્કંઠાથી દ્વારપાળને કહ્યું,
તેમને સત્વર પ્રવેશ કરાવ.” રાજાની આજ્ઞા થતાં જ દ્વારપાળે તે બંનેને પ્રવેશ કરાવ્યું. તેમણે વિનયથી રાજા જરાસંઘને પ્રણામ કર્યો. જરાસંઘ તેમના પ્રણામને માન આપી બો –