________________
પાંડવત્પત્તિ.
(૧૧) ભ્રમર પ્રમુખ વિવિધ પ્રકારનાં પક્ષીઓના નાદરૂપ દુંદુભિના નાદ થઈ રહ્યા હતા. આ જગપર વિજય મેળવવા પિતાના મિત્ર વસંતને સાથે લઈ એ પુષ્પધન્વા જ્યાં ત્યાં દિગવિજય કરી રહ્યો હતો. - આ સમયે પાંડુરાજ પોતાની પ્રિયા કુંતી તથા છ માસના ભીમકુમારને સાથે લઈ વસંત વિહાર કરવાને વનમાં ગયા. તે બંને દંપતી આનંદ સહિત વનકીડા કરવા લાગ્યાં. પર્વતની ગુફાઓમાં જઈ અને શિખર ઉપર ચડી વનની ૨મgય રચનાઓને નિરખવા લાગ્યાં. શીત, મંદ અને સુગંધી પવનની લહેર લેતાં તે દંપતી પોતાના બાળકુમાર ભીમને તેડી એક શિખર પર આવેલા વૃક્ષ નીચે જઈ બેઠા. કુંતી પિતાના બાળપુત્રને ખોળામાં લઈ આનંદ પૂર્વક રમાડતી હતી. તે રમણું વારંવાર બાળકને હલાવતી હુલાવતી કહેતી કે, “આ કુરૂવંશમંડપ અને મારા નેત્રસુધારક લાડકવાયા પુત્રને જોઈ જઈ તથા રમાડી રમાડી મને તૃપ્તિજ થતી નથી.” પછી એ ચંચળ કુમારને ચુંબન કરતી કુંતીએ પોતાના ઉત્સંગમાં પુષ્પની શા કરી તે પર ભીમને સુવરાવ્યું. અને પછી શીતળ પવનની હેરથી પોતે પણ નિદ્રાવશ થઈ ગઈ. પાંડુરાજા પિતાની પ્રિયાને પ્રસન્ન કરવાને લતાકુંજમાં વિચરી ચંબેલી વગેરે સુવાસિત પુપે વીણું તેને પાર કરીને લાવ્યું. તેણે કુંતીને જાગ્રત કરી અતિ હર્ષથી તે હાર કુંતીના કંઠમાં આરેપિત કર્યો. પિતાને માટે પ્રેમી પતિહાર ગુંથીને લાવ્યા,