________________
(૧૬)
જૈન મહાભારત. રમાં પુત્રને જન્મોત્સવ કરાવ્યું. તે પરાક્રમી પુત્રની ભયંકર આકૃતિ જોઈ વિદ્વાન પાંડુએ તેનું ભીમ એવું નામ પાડયું એ ભીમ તેના મોટા ભાઈ યુધિષ્ઠિરને અનુજ બંધુ થયો. ભીમ નાનપણથી ઘણો બલિષ્ટ અને ચાલાક હતું. તેના મે રેમ ચંચળતા પ્રસરી રહી હતી. જ્યારે તે ગર્ભમાં હતું ત્યારે પવને કલ્પવૃક્ષ ઉખેડી કુંતિના ઉસંગમાં નાંખેલું, તે ઉપરથી કે તેને પવનતનય પણ કહેતા હતા. યુધિષ્ટિર અને ભીમ બંને ભાઈઓને પાલન કરવા સારૂ પાંડુએ પાંચ ધાત્રીઓ રાખી હતી. તેઓ સિંહના બાળકની જેમ પ્રતિદિન શારીરિક બળમાં વૃદ્ધિ પામતા હતા. ભીમને જઠરાગ્નિ એટલે બધે પ્રદીપ્ત હતો કે તે વારંવાર સ્તનપાન સાથે ખાવાનું લેતે અને તેથી તેને આહાર બળિષ્ટ થઈ ગયો હતે. કઈ કઈ વારતે તેની માતાએ આપેલું ભેજન તે છીનવી લેતે અને તે થોડું હોય તે રીસાઈ જતો હતે.
એક સમયે સર્વ ઋતુરાજ વસંતઋતુ આવી. વાસંતી લતાએ પ્રફુલ્લિત થઈ રહી. ચળકતી ચંદ્રિકા રાત્રિને સુશભિત કરવા લાગી. આમ્રવૃક્ષે નવપલ્લવિત થઈ પવનની પ્રેરણાથી નૃત્ય કરવા લાગ્યા. કોમળ સ્વરની કોકિલાએ પંચમસ્વરથી વસંતની રમણીયતામાં વધારો કરવા લાગી. નવીન લતાઓના અંકુરારૂપ અસ્ત્રો ધારણ કરનાર, પુષ્પરૂપ શસ્ત્રોથી સજજ થનાર, નવપલ્લવરૂપ યોદ્ધાઓને સાથે રાખનાર અને વિલાસી જનને સહાય કરનાર કામદેવરૂપ મહાવીર વનભૂમિરૂપ રણક્ષેત્રમાં ચડવા લાગ્યું. તે વખતે કેકિલ તથા