________________
(૧૫૮)
જૈન મહાભારત. રથી વિમુખ બની અનેક પ્રકારના કો ભગવે છે, પણ તેઓ તે વિષેનો પશ્ચાતાપ કરી પુનઃસદાચારને સેવતા નથી, એજ તેની મહાન અજ્ઞાનતા છે. એવી અજ્ઞાનતા કદિ પણ ન રાખવી જોઈએ.
પ્રકરણ ૧૫ મું.
પાંડવત્પત્તિ. પાંડુ રાજાના અંતઃપુરમાં કુંતીએ સારી ખ્યાતિ મેળવી હતી. તેણીએ હસ્તિનાપુરની પ્રજામાં પિતાના સગુણને સુવાસ પ્રસારી દીધો હતો. પોતાની કેળવણીરૂપ કપલતાના માધુર ફળને સ્વાદ તેણું ઘણું પ્રીતિથી લેતી હતી. તે સાથે તે ઘણી ધાર્મિકવૃત્તિની હતી. તેણીની મનવૃત્તિમાં આહંતુ ધમની શ્રદ્ધા દઢ હતી. તે હમેશાં ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિ થવાની ઈચ્છા કરતી હતી. કુંતીએ નાશિકય નગમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું એક દેવાલય બંધાવી, તેની અંદર વિવિધ પ્રકારના મણિએ જડાવી ઘણું સુંદર શોભા કરી હતી. મણિએના પ્રકાશથી તે જિનાલયમાંથી અંધકાર દૂર થઈ જતું, દીપકે તે માત્ર શેભાને અર્થે કરવા પડતા હતા. આસ્તિક હૃદયની કુંતિ તે દેવસ્થાનની પ્રખ્યાતિ થવા સારૂં તે જિન પ્રતિમાની પુનઃ પુનઃ આવીને પૂજા કરતી અને તેની પ્રભાવના વધારતી હતી.