________________
(૧૫૬)
જૈન મહાભારત. પિતૃગૃહના સંબંધીઓને આશીષ સહિત શુભ સમાચાર કહેવરાવી વિદાય કર્યો હતે.
પ્રિય વાંચનાર! આ પ્રકરણમાં કૃષ્ણ અને કંસનું ચરિત્ર તમે વાંચી જોયું છે. કૃષ્ણ અને કંસ એ બંને આ પ્રકરણના નાયક છે. તે ઉપરથી ઘણે બોધ ગ્રહણ કરવાનું છે. કંસ પિતાની અજ્ઞાન સ્ત્રી જીવયશાના પ્રસંગથી કૂર, ઘાતકી અને નિર્દય બની ગયેલ હતું. તે સાથે કૃતન અને સ્વાથી થયે હતે, વસુદેવ તેને પરમ ઉપકારી હતું, તે છતાં પિતાના બચાવ કરવાના સ્વાર્થથી તેણે પિતાના ભાણેજને ઘાત કર્યો અને પિતાના ઉપકારી વસુદેવને અતિશય દુઃખી કર્યો. તે ઉપરાંત પોતાના પૂજ્ય પિતા ઉગ્રસેનને કાષ્ટના પાંજરામાં પૂર્યો હતે. આથી તે પ્રતિદિન મહાપાપમાં મગ્ન થતે ગયે અને છેવટે એ પાપના પ્રભાવથી તેને કૃષ્ણને હાથે મરવું પડ્યું.
વળી કંસના સલાહકારે નઠારા તેમજ ખુશામતીયા હતા. આથી કંસ અનિતિને માગે દેરાઈ ગયે હતે. * નઠારા પાશવાને રાજાને કે ગૃહસ્થને અનીતિમાં ઉતારી પાયમાલ કરે છે એ નીતિના સૂત્ર ઉપર કંસનું પૂર્ણ દષ્ટાંત છે. અનીતિમાન કંસની આખરે એવીજ ગતિ થઈ. તે આ લોકમાં અપયશ લઈ પલેકમાં નારકીની પીડાને પાત્ર બન્યું હતું.
જેવી રીતે કંસનું ચરિત્ર અનીતિમય હતું, તેવું જ કૃષ્ણનું ચરિત્ર નીતિમય હતું. જે કૃણે તારૂણ્ય વયમાં