________________
કૃષ્ણ અને કંસ.
(૧૫૫) રીની અંદર વિવિધ પ્રકારના અનુપમ ભાવાળા નિવાસ ધામની રચના કરી. નગરી તૈયાર થઈ રહ્યા પછી કુબેરની આજ્ઞાથી બીજા યક્ષદેવેએ સાડાત્રણ દિવસ સુધી તેમાં રત્નોની વૃષ્ટિ કરી. નગરીની આસપાસ નંદનવનથી સુંદર એવા અસંખ્ય બગીચાઓ બનાવ્યા; જેથી દ્વારકાનગરી અવર્ણનીય શોભાને પ્રાપ્ત થઈ. સર્વ રચના તૈયાર થઈ રહ્યા પછી રાજા સમુદ્રવિજયે તે નગરીપર મેટી ધામધૂમથી કૃષ્ણને રાજ્યાભિષેક કર્યો. જેમ ઇંદ્રપુરીમાં ઇદ્રની સત્તા નીચે સર્વ દેવ આનંદપૂર્વક કીડા કરે, તેમ કૃષ્ણની સત્તા નીચે સર્વ યાદ નાના પ્રકારની કીડાઓ વિનેદથી કરવા લાગ્યા. વાવ, કૂવા, તળાવ, બાગ, વન તથા પર્વત વગેરે ગંમતના સ્થળમાં કૃષ્ણ, બળદેવ તથા અરિષ્ટનેમિ વગેરે ઈચ્છાપૂર્વક ક્રીડા કરવાને અર્થે વિચારવા લાગ્યા. પુરવાસિઓ કૃષ્ણના નીતિરાજ્યમાં આનંદથી વસવા લાગ્યા.
કેટલોક કાળ વીત્યા પછી કુંતીને પુત્રને પ્રસવ થયે. એ વાર્તા સાંભળી રાજા સમુદ્રવિજયે કરકને ભેટ લઈને પાંડુરાજાની રાજધાનીમાં મોકલ્યા હતા. કેરક કુંતીને મળે, ત્યારે કુંતીએ પિતાના પિતૃકુળના કુશળ સમાચાર પુછયા, તે ઉપરથી કરકે પ્રથમથી માંડીને દ્વારકા વસાવી, ત્યાંસુધીને બધે વૃત્તાંત કુંતીને કહી સંભળાવ્યા હતા, જે સાંભળી પાંડુપત્ની હૃદયમાં અતિશય સંતુષ્ટ થઈ હતી. પોતાના પિયરને પ્રઢ ઉત્કર્ષ સાંભળી કઈ કુલીન કાંતા ખુશી ન થાય? પછી કુંતીએ તે કેરેકને ભારે સત્કાર કર્યો અને પિતાના