________________
કૃષ્ણ અને કંસ.
(૧૫૩) કંસના મૃત્યુના ખબર સાંભળી તેની મુખ્ય પત્ની જીવયશા પોતાની બધી શક્યોની સાથે અતિ વિલાપ કરવા લાગી. તે વખતે ઉગ્રસેન વગેરેએ આવી કંસના શબને અગ્નિ સંસ્કાર કર્યો. પરંતુ જીવયશાએ એની ક્રિયા કરી નહીં. કારણ કે, તે વખતે તે બેલી હતી કે, “મારે સિંહના જે પરાક્રમી પિતા જરાસંઘ જ્યારે આ મથુરા નગરીને ઘેરે ઘાલશે, ત્યારે આ હરિના જેવા યાદવે કયાં નાશી જનાર છે. અને બળરામ તથા કૃષ્ણ તે ક્યાંથી જીવતા રહેશે ? માટે હું તેમની ઉત્તરક્રિયા સાથે જ મારા પ્રાણપ્રિય કંસની ઉત્તર ક્રિયા કરીશ.” છવયશાની આ પ્રતિજ્ઞા સાંભળી ઉગ્રસેને અતિ કપયુક્ત વચને તેણુને તિરસ્કાર કર્યો એટલે જીવયશા તરત ત્યાંથી નીકળી જઈ પોતાના બાપને ઘેર ગઈ અને તેણે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા.
આથી ઉગ્રસેને બધા યાદવને એકઠા કરી કહ્યું કે, જરાસંઘ હવે આપણે માટે વૈરી થયે છે, તેને શું ઉપાય કરવો?” ત્યારે બધાએ કહ્યું કે, “આપણે ભવિષ્યવેત્તા કૌટુકિને પુછીજેઈએ.” તે ઉપરથી તેમણે કૈટુકિને પુછ્યું એટલે જ્યોતિષવેત્તા કૈટુકિએ કહ્યું, “આ રામ અને કૃષ્ણ બને આ ભરતાર્થના સ્વામી થવાના છે. પરંતુ હરેક મનુષ્યને ઉત્કર્ષ થે એ ક્ષેત્ર તથા કાળની ઉપર આધાર રાખે છે. હમણા તમે પશ્ચિમ દિશામાં સમુદ્રના કિનારા ઉપર પોતાના પરિવારસહિત જાઓ. જે સ્થળને વિષે કૃષ્ણની પત્ની સત્યભામા બે ભાગ્યશાળી પુત્રને જન્મ આપે ત્યાં તમારે પોતાની રાજધાની કરવી.