________________
(૧૫ર)
જૈન મહાભારત. બંને સિન્યની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે જરાસંઘના અનાથ સૈન્યને સમુદ્રવિજયના સૈન્ય નસાડી મુકયું. પછી રાજાઓ અને યાદવે ત્યાંથી ઉઠીને પિતાપિતાને સ્થાને ચા
લ્યા ગયા. અનાદષ્ટિ ઘણે ખુશી થઈ બળદેવ અને કૃષ્ણ બંનેને પોતાના રથમાં બેસાડી વસુદેવને ઘેર લઈ ગયે. ત્યાં બીજા યાદ પણ એકઠા થયા. પિતાના બધા કુટુંબીઓને જેઈ કૃષ્ણ અતિ આનંદ પામે. મથુરાના લેકે ટેળે ટેળાં મળીને કૃષ્ણને પ્રેમથી નિરખવા લાગ્યા. વસુદેવે આનંદમગ્ન થઈ પોતાના પરાક્રમી પુત્રને હૃદયની સાથે આલિંગન કર્યું. કૃષ્ણ પણ પિતાના પિતાને પ્રેમસહિત પગે પડે. તેને ઉઠાડી પુત્રવત્સલ વસુદેવે ઉસંગમાં બેસાડે. પછી કૃષ્ણ સમુદ્રવિજયને સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેથી પ્રસન્ન થઈ તેણે કૃષ્ણના મસ્તક પર હાથ રાખી આશીર્વાદ આપ્યા. પછી કૃષ્ણ પિતાની માતા દેવકીના ચરણમાં આવી નમી પડે. દેવકીએ પિતાના પુત્રને પ્રેમાલિંગન આપ્યું. અને તે પુત્રવત્સલ માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ છુટવા લાગી. તેણું પિતાના પુત્રનું પરાક્રમ સાંભળી પિતાના આત્માને ધન્ય માનવા લાગી. સર્વ સ્થળે આનંદેત્સવ થઈ ગયો. ' કંસનું મૃત્યુ થયા પછી મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું. તેણે પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણને પરણાવી દીધી. કારણ કે, કૃણે સારંગ ધનુષ્ય ચડાવીને સ્વયંવરની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી. કૃષ્ણ પછી વિધિપૂર્વક સત્યભામાનું પાણિગ્રહણ કર્યું હતું.