________________
(૧૫૦ )
જૈન મહાભારત
'
'
કંસનું હૃદય પણુ કંપવા લાગ્યુ. ક્ષણવારે ચાહ્ બળહીન થઇ ગયા. તે જોઈ કંસે મુષ્ટિકને ઇસારા કર્યો, એટલે મુષ્ટિક કૃષ્ણની ઉપર ધાયા. તેને જોઈ બળદેવ અતિ કેપાયમાન થઇ ઉભા થયા. ‘ અરે દુષ્ટ ! મારી સામે આવી જા તારા હાથની ખુજળી હુમણા મટાડી નાખુ ’ એમ કહી સિંહના જેવા નાદ કરી તેણે માથ ભીડી યુદ્ધ કરવાનું શરૂ કર્યું. એવી રીતે બે મયુદ્ધ થવા લાગ્યાં. એટલામાં જોસમાં આવી ગયેલા ચાણુરે કૃષ્ણના હૃદય ઉપર જોર કરીને એક મુષ્ટિ મારી કે જેથી કૃષ્ણ મૂતિ થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તેની સાથેજ તેના સબંધીએના નેત્રમાંથી અશ્રુ પણ પડ્યાં. ઉચ્ચાસનપર બેઠેલા કસ ખુશી થયા. અને તેણે બીજા મત્લાને ‘ મારે મારા ’ એમ ઉશ્કેરણી કરવા માંડી. પછી જેના કાળ નજીક આવેલા છે. એવા કસ પાતે મર્યાદા સુકી બેઠા થયા અને કૃષ્ણની સામે આવી જેમ તેમ બકવા લાગ્યા. કૃષ્ણને પડેલા જોઈ ચાણુર તેની પર બીજી સુષ્ટિના પ્રહાર કરવા આવતા હતા, તેવામાં તે વીર ખળભદ્ર મુષ્ટિકને પડતા મુકી ચાણુરની સાથે યુદ્ધ કરવા આવ્યા. તેવામાં તે કૃષ્ણે પણ મૂછોમાંથી મુક્ત થઇ બેઠા થયા. તેની સાથે યાદવાના મનોરથ પણ બેઠા થયા. જેમ મેઘ નિવૃત્તિ પામ્યા પછી ઘુવડ પક્ષી સૂર્યના તેજને જોઈ શકતા નથી, તેમ કંસ
કૃષ્ણના તેજની સામે ષ્ટિ કરી શકયા નહીં. પછી કૃષ્ણે અતિ
ક્રોધમાં આવી એવા તા ચાણુરને મુષ્ટિના પ્રહાર કર્યો કે તે પ્રહારની સાથેજ તેના પ્રાણ નીકળી ગયા. આ વખતે કાળચ