________________
(૧૬)
જૈન મહાભારતછે. સુજ્ઞ મહારાજા પાંડુ એ વાતને સારી રીતે જાણતું હતું, તેથી તે પોતાના વડીલ કાકા ભીષ્મની આજ્ઞા પ્રમાણે સદા વર્તતો અને તેમની દરેક આજ્ઞાને માન હતું. તેની વડિલ ભીષ્મ તરફ એટલી બધી પૂજ્ય અને માનબુદ્ધિ હતી કે, તે તેમને પિતાના પૂજ્ય પિતા સમાન ગણતે અને તેમણે આપેલા શિક્ષણથી તેમને પૂજ્ય ગુરૂ તરીકે માની સર્વદા તેમની સેવા કરતો, એટલું જ નહીં પણ સદા તેમના મહાન ઉપકારનું સ્મરણ કરી તેમને અતિશય આભાર માનતે હતે. આવી ઉત્તમ રીત સર્વને ધારણ કરવા ગ્ય છે અને તે પ્રમાણે પ્રવર્તન કરવા સદા તત્પર રહેવાનું છે. સંપ, વડિલની આજ્ઞાનું પાલન અને બીજાના ઉપકારનું સ્મરણ એ ત્રણ બાબતને ઉત્તમ બોધ આ પ્રકરણમાંથી પ્રાપ્ત કરવાનું છે, અને તે પ્રાપ્ત કરવાથી જ માનવજીવનની સંપૂર્ણ સાર્થક્તા થવાની છે.
પ્રિય વાચકવૃંદ! જો તમે આ ઉત્તમ પ્રકરણને સાર ગ્રહણ કરશે અને તે પ્રમાણે વર્તવા હૃદયમાં નિશ્ચય કરશે, તે તમે તમારા જીવનમાં ધાર્મિક અને સાંસારિક બંને પ્રકારની ઉન્નતિ સંપાદન કરવાને ભાગ્યશાળી થશે. એ ઉત્તમ પ્રવ
ન તમને તમારી સર્વ પ્રકારની ઉન્નતિનું ઉંચું શિખર બતાવશે અને છેવટે સદગતિના અધિકારી બનાવી આ દુઃખમય સંસારના મહા માર્ગમાંથી મુક્ત થવાને ઉત્તમ ઉપાય પ્રાપ્ત કરાવશે.