________________
( ૧૪ )
જૈન મહાભારત.
(6
લેાકેા કૃષ્ણને ઉદ્દેશીને કહેવા લાગ્યા- આ કૃષ્ણેજ કેશીને માર્યા છે, એણેજ અરિષ્ટનું દમન કયુ છે, કાલેયનાગનું દમન કરનાર પણ એજ છે અને હમણા એણે આપણી નજરે મદાન્મત્ત હસ્તીને મારી નાંખ્યા. એજ નંદના પુત્ર છે અને એજ ગેપાનુ આભૂષણ છે.” આ પ્રમાણે લેકે પરસ્પર વાર્તા કરતા હતા. તેવામાં કૃષ્ણ અને બળદેવ સભામ’ડપમાં પ્રવેશ કરી એક સુંદર સિ'હુાસનપર આરૂઢ થઇ ગયા. આ વખતે ખળદેવે કૃષ્ણને કહ્યું- ભાઇ ! જેના કાનમાં દિવ્ય કુ ડળ ઝળકી રહ્યાં છે અને જે અમૂલ્ય ઉંચા સિંહાસનપર એઠેલા છે, એજ ક'સ તારા શત્રુ છે. એણેજ તારા છ ભાઈઆને માર્યા છે. આ સિ ́હાસન ઉપર જે ખીરાજ્યા છે, તે તારા પિતાના વડા ભાઈ સમુદ્રવિજય રાજા છે, તેની પાસે જે એ પુરૂષો બેઠેલા છે, તેમાં જે પહેલા છે, તે તારા પિતા વસુદેવ છે અને તેની પાસે અક્રુર વગેરે મુખ્ય યાદવા બેઠેલા છે. ભાઇ કૃષ્ણ ! આ વખતે તારે પરાક્રમ બતાવી આપણા સંબંધીઓને આનંદિત કરવા જોઇએ. કૃષ્ણને જોઇ હૃદયમાં આનંદ પામી રાજા સમુદ્રવિજયે વસુદેવને કહ્યું, “ભાઈ ! આજે મને સર્વ દેવતાએ પ્રસન્ન થયા છે. આ તારા પુત્ર ત્રણ લેાકનુ આભૂષણરૂપ છે, તેને જોઇ હું મારા હૃદયમાં આનંદ પામુ છુ. અને મારા આત્માને ધન્ય માનું છું.
""
કૃષ્ણને જોતાં જાણે પ્રત્યક્ષ કાળ જોયા હાય, તેમ મથુરાપતિ કંસ ભયભીત થઈ ગયા. તેણે અર્હસ્પતિ મત્રીને કહ્યું, “ મંત્રીશ્વર ! આ કૃષ્ણ મારા શત્રુ છે, તે છતાં વસુદેવે દગા કરી