________________
(૧૪૪)
જૈન મહાભારત. ળમાં છુપ રાખે? અને આ ગેવાળીઆનો સહવાસ કરા
? પછી ગ્ય સમય જાણી બળદેવે કંસની બધી હકીકત કૃષ્ણને વિસ્તારથી કહી સંભળાવી. તેમાં પોતાના છ ભાઈ એને વધ સાંભળી કૃષ્ણ અતિ કોપાયમાન થઈને બે – “હે સિદ્ધો, હે ગંધ, હે વિદ્યાધરે! હું પતિજ્ઞા કરું છું તે તમે એક ચિત્તે સાંભળે. સર્વ રાજાઓના દેખતાં જે હું દુષ્ટ કંસને સંહાર ન કરૂં તે તે છે ગર્ભોની હત્યા મને લાગે. હવે હું એ દુષ્ટને કદિ છોડનાર નથી. એ વાતમાં તમે સર્વ આકાશગામી દેવતાઓ સાક્ષી છે.” કૃષ્ણની આવી પતિજ્ઞા સાંભળી બળદેવ અતિ પ્રસન્ન થઈ કૃષ્ણને આલિંગન દઈ બેલ્ય—–“વત્સ! ધન્ય છે. તે ખરેખર યાદવકુળમાં દીપક થયેલ છે. જેમ આકાશને વિશે સર્વ નક્ષત્રમાં ચંદ્રશેભાને પામે છે. તેમ તું સર્વ રાજાઓમાં શોભાને પામશે.” આ પ્રમાણે કહી બળદેવ કૃષ્ણને યમુનાના કિનારા ઉપર તેડી ગયે અને ત્યાં તેમણે સ્નાન કરાવા માડયું. આ વખતે યમુના નદીમાં રહેલે ઘેર વિષધારી કાલીયનાગ દેડીને કૃષ્ણને કરડવા આવ્યું. તે સમયે ત્યાં રહેલા લોકો હાહાકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ કૃષ્ણ બાળક છે, તેને આ કાળરૂપ સર્પ દંશ કર્યા વિના રહેશે જ નહિં. અને આ બળદેવનું બળ આ કાળરૂપ નાગની આગળ શું ચાલવાનું હતું?” આ પ્રમાણે તે લેકે શોક કરતા હતા, એટલામાં તે તેણે કૃષ્ણના પગની આંગળીમાં ઉપરાઉપરી ડંખ મારીને વિષની જવાળાઓનું વમન કરવા માંડયું, પરંતુ તે બધું નિ:સત્વ થઈ