________________
(૧૩૮)
જૈન મહાભારતસંગે મંડપમાં આવશે. તે વખતે મંડપના દ્વાર આગળ પરાક્રમી
દ્ધાઓને હાથમાં શસ્ત્રો આપી પહેરે ભરવા ઉભા રાખવા. જ્યારે તમારે શત્રુ મંડપમાં આવે કે તરત તેને પકડી ઠાર મારી નાંખવે .”
મંત્રી બૃહસ્પતિએ બતાવેલે આ ઉપાય સાંભળી કંસ હદયમાં ઘણે ખુશી થયે અને તેણે તે પેજના કરવાને મંત્રીને આજ્ઞા કરી. પછી મંત્રીએ તે પ્રમાણે સર્વ ગોઠવણ કરવા માંડી. સ્વયંવરના મંડપની સુંદર રચના કરી દેશદેશના રાજાઓને તેડાં મેકલાવી લાવ્યા. આ વૃત્તાંત સાંભળી બળદેવને મેટે ભાઈ અનાદષ્ટિ શોર્યપુરમાંથી મથુરા તરફ જવા નીકળ્યો. રસ્તામાં ગેકુળ આવ્યું, ત્યાં પોતાના ભાઈના પ્રેમથી એક રાત્રિ ત્યાં રહ્યો. બીજે દિવસે સવાર થતાંજ બળદેવની આજ્ઞાથી કૃષ્ણને સાથે લઈ તે મથુરા તરફ જવા નીકળ્યો. કૃષ્ણ અને અનાદષ્ટિ થેડા વખતમાં મથુરામાં આવી પહોંચ્યા. અને લાગલાજ મુક્તાફળેથી સુશોભિત તથા અનેક પુષ્પોથી વ્યાપ્ત એવા ધનુમંડપ, ની પાસે આવ્યા. ત્યાં સર્વ દેશના રાજાઓ પોતપોતાની યેગ્યતા પ્રમાણે ઉંચા સિંહાસન ઉપર બીરાજેલા જોવામાં આવ્યા. મધ્યભાગે વિધિથી પૂજેલા ધનુષ્યની પણછની પાસે દિવ્યરૂપને ધારણ કરનારી સત્યભામાં બેઠેલી જોવામાં આવી. જ્યારે કૃષ્ણ મંડપમાં દાખલ થયા ત્યારે સત્યભામાં તેના સુંદર સ્વરૂપને કટાક્ષથી નીરખવા લાગી. તેને નીરખ