________________
કૃષ્ણ અને કંસ.
(૧૩૭) પ્રાણરહિત થઈ પૃથ્વી ઉપર પડી ગયો. તે વખતે પીઓએ જય જય શબ્દોથી તે સ્થળને ગજાવી મુકયું. પછી કૃષ્ણ કેશી ઘોડાની સામે યુદ્ધ કરવાને ગયા. ભયંકર શબ્દ કરી કેશીની સામે ઉભા રહ્યા એટલે કેશી પિતાની ખરીઓ વડે ભૂમિને બેદતે ખંખારા કરતે કૃષ્ણની સામે ચઢી આવ્યો. કૃષ્ણ તેની સામે થઈ યમદંડન જેવા પોતાના હાથ તેના મુખમાં ઘાલી જીર્ણ વસ્ત્રની જેમ તેને ઉભેને ઉભે ચીરી નાંખે. તે વખતે ગોપ અને ગોપીઓ અતિ આનંદ પામી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. અને ગોકુળપતિનંદરાજા હૃદયમાં અતિ આનંદ પામ્યા.
અરિષ્ટ તથા કેશી એ બંને પશુઓને કૃષ્ણ નાશ કર્યો.' એ વાત કંસના જાણવામાં આવી. કંસે વિચાર્યું કે,
મુનિની વાણું અન્યથા થવાની નથી. જરૂર મારે શત્રુ કૃષ્ણ છે અને તે મારો ઘાત કરશે. ” આવું વિચારી કંસે પોતાના બૃહસ્પતિ નામના મંત્રીને બોલાવીને કહ્યું કે, મંત્રિરાજ ! મારા શત્રુને નાશ થાય, તે ઉપાય બતાવે. ચતુર બુદ્ધિવાળા બૃહસ્પતિ મંત્રીએ વિચાર કરી કહ્યું, “રાજેદ્ર! તમારા શત્રુ કૃષ્ણને મારવાને એક ઉપાય છે, તે સાંભળે. તમે ધનુર્યાગને મહોત્સવ કરી સર્વ ક્ષત્રિય રાજાને બેલા અને તેની સાથે એવું કહેવરાવે છે, જે મારા સારંગ નામના ધનુષ્યને ચડાવશે, તેને હું મારી સત્યભામા નામની બહેન પરણાવીશ. એમ કરવા સારૂ એક સભામંડપની રચના કરી અને તે પ્રસંગે તમારા શત્રુને પણ તેડું મોકલાવે. તમારે શત્રુ તે પ્ર